ETV Bharat / state

Company scam in Gujarat: બ્લેકલિસ્ટ થયેલ કંપનીએ ગુજરાતીઓના 18 કરોડનું કરી નાખ્યું, રાજ્ય સરકારને કરી રજૂઆત - Fraud by Blacklist Company in Gujarat

વર્ષ 2010માં સિક્યુરિટી એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. તે કંપનીએ ગુજરાતમાં પાંચ વર્ષ સુધી ખોટી રીતે બિઝનેસ કર્યા બાદ રાજ્યમાં 18 કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું(Company scam in Gujarat) ફેરવ્યું હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને(Home Minister Harsh Sanghvi) કરવામાં આવી છે.

Company scam in Gujarat: બ્લેકલીસ્ટ થયેલ કંપનીએ ગુજરાતીઓના 18 કરોડનું કરી નાખ્યું, રાજ્ય સરકારને કરી રજુઆત

author img

By

Published : Feb 25, 2022, 7:33 PM IST

ગાંધીનગર: રાજ્યમાં એક પછી એક નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. નવી સરકારમાં લોકો ગાંધીનગર સચિવાલય (Gandhinagar Secretariat)સુધી ફરિયાદ કરવા પહોંચી રહ્યા છે. આવી બીજી એક એવી ફરિયાદ સામે આવી છે. જેમાં એક ડિફોલ્ટર(Company scam in Gujarat) કંપનીએ કે જે વર્ષ 2010માં સિક્યુરિટી એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (Securities Exchange Board of India )દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. તે કંપનીએ ગુજરાતમાં પાંચ વર્ષ સુધી ખોટી રીતે બિઝનેસ કર્યા બાદ રાજ્યમાં 18 કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને(Home Minister Harsh Sanghvi) કરવામાં આવી છે.

રાજ્ય સરકારને કરી રજુઆત

કઈ રીતે કર્યું કૌભાંડ

કૌભાંડની વાત કરવામાં આવે તો આ બાબતે ફરિયાદી સુધીરે ઠાકોરે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત કંપની દ્વારા કસ્ટમર તૈયાર કરવામાં આવ્યા (Fraud by Blacklist Company in Gujarat )અને દર મહિને 500 રૂપિયા ભરોશો અને જમીનના પ્લોટ મેળવો તેવી સ્કીમ બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ જે કંપનીના કસ્ટમર હતા તેમને એજન્ટ બનાવીને એક ચેન શરૂ કરવામાં આવી હતી. આમ તમામ જિલ્લાઓમાં કંપનીએ ઓફિસ રાખીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને અચાનક જ રાજ્યની તમામ જિલ્લાઓમાં આવેલી ઓફિસો રાતોરાત જ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Agro Industries: ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં કૌભાંડ, AGM અને આસિસ્ટન્ટ મેનેજર સસ્પેન્ડ

ઉત્તરપ્રદેશમાં જમીનની ફાળવણી કરાઈ

ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જે લોકો એ સૌપ્રથમ હપ્તા ભર્યા હતા તે લોકોને ખોટા એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. જમીન ઉત્તર પ્રદેશમાં ફાળવવામાં આવી હતી જ્યારે આ બાબતે પણ તપાસ કરતા સમગ્ર લેટર જ ખોટા હતા અને આવી કોઈપણ પ્રકારની જમીનમાં અસ્તિત્વમાં જ નથી જ્યારે જામનગરમાં પણ કંપનીની જમીન હતી તે પણ વેચાઈ ગઈ હોવાની વિગતો સામે આવી રહી છે.

અમદાવાદ, રાજકોટ અને હિંમતનગરમાં પોલીસ ફરિયાદ

લેભાગુ કંપનીઓ દ્વારા ગુજરાતના અનેક લોકોના કુલ 18 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ ખાનગી કંપની વિરુદ્ધ ભોગ બનેલા વ્યક્તિઓએ અમદાવાદ, રાજકોટ અને હિંમતનગર ખાતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આ બાબતે વધુ ઝડપી તપાસ થાય તેને ધ્યાનમાં લઈને ભોગ બનેલા તમામ લોકોએ રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને સમગ્ર ફરિયાદ લેખિતમાં કરી હતી.

આ પણ વાંચોઃ Illegal Foreign Travel Scam: લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલતા મહેસાણાના આરોપીની ધરપકડ, આ રીતે કરતો હતો જુગાડ, જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.