ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા 1,200 બેડની કોવિડ 19 હોસ્પિટલમાં અનેક ફરિયાદો ઉભી થઇ હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. ટકોર બાદ રાજ્ય સરકાર હવે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયેલી ફરીયાદો બાબતે વધુ નિરીક્ષણ હાથ ધર્યું છે.
જેમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સીએમ ડેસ્ક બોર્ડની મદદથી ઓપીડી વિભાગમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કામકાજ કેવું થઈ રહ્યું છે. તેનું નિરીક્ષણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. અને પરિસ્થિતિ બાબતે જાણકારી પણ મેળવી હતી. ત્યારે આજે ફરીથી કોવિડ 19 હોસ્પિટલના ઓપીડી વિભાગનું નિરીક્ષણ કર્યુ હતું.