ETV Bharat / state

સીએમ રૂપાણીએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્તમાન સ્થિતિમાં નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 4 મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

gj_gnr_23_cm_video_conferance_video_story_7204846

author img

By

Published : Mar 25, 2020, 7:26 PM IST

Updated : Mar 25, 2020, 7:44 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 31 માર્ચ સુધી લૉકડાઉન મૂક્યું હતું પણ દેશના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ લૉક ડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને જીવન જરૂરિયાત વસ્તુની અછતના સર્જાય તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્તમાન સ્થિતિમાં નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 4 મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

સીએમ રૂપાણીએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

સીએમ વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકીદ કરી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માગ વધુ રહેવાની છે. આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો.

રૂપાણીએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઇલ કનેક્ટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી. જ્યારે તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહીં તે માટે જરૂરી વાહન-વ્યકિતઓને પાસ ઇશ્યૂ કરવાની પણ તાકીદ કરી હતી.

રાજ્ય સરકાર ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન સ્થિતિમાં જરૂરી ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ તત્કાલ તૈયાર કરીને જિલ્લાતંત્રોને પહોચાડશે અને સંપૂર્ણ વ્યવસ્થા કોઇ જ વિધ્ન વિના સુપેરે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવશે. આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતના તથા દાહોદના ફલોર-પલ્સ મિલ્સ સંચાલકો જોડાયાં હતાં.

Last Updated : Mar 25, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.