ETV Bharat / state

સીએમનો નિર્ણય: ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG અને ઇલેક્ટ્રિક બસ સેવા

ગાંધીનગરમાં સીએમએ મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યપ્રધાન શહેરી બસ પરિવહન સુવિધા (Transportation facility) અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સીએમનો નિર્ણય: ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG અને ઇલેક્ટ્રિક બસ સેવા
સીએમનો નિર્ણય: ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG અને ઇલેક્ટ્રિક બસ સેવા
author img

By

Published : Oct 14, 2022, 12:53 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક લોકાર્પણ અને ખાતમુરત કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યપ્રધાન શહેરી બસ પરિવહન સુવિધા (Transportation facility) અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સૈદ્ધાંતિક મંજૂરી રાજકોટ મહાનગર માટેનો નિર્ણય આ સંદર્ભમાં સીએમ ભુપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રીક (Electric bus gujrat) બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે 10 વર્ષ માટે કુલ મળીને રૂપિયા 91 કરોડ 25 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે. જ્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 32 CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે 7 વર્ષ માટે કુલ 20 કરોડ 44 લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

બસ પરિવહન સુવિધા કચ્છ માટે સિટી બસનો નિર્ણય કચ્છની ભૂજ નગરપાલિકાને પણ 22 સિટી બસ (Electric bus gujrat) સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે કુલ રૂપિયા 9 કરોડ 03 લાખ 37 હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે, રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યપ્રધાન શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે.

વર્ગ પ્રમાણે વહેંચણી વર્ગ પ્રમાણે વહેંચણી સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા ઉદાત્ત અભિગમથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યપ્રધાન શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળી 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અમદાવાદ-625, વડોદરા-50, સુરત-400, જુનાગઢ-25 અને જામનગર-10 એમ 1110 બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓ પૈકી 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.