- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન RTI પોર્ટલનો શુભારંભ કરાવ્યો
- RTI અન્વયે આવતી અરજીઓની માહિતી પણ ઓનલાઇન થઈ શકશે
- RTI વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે
ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા (RTI App Launch By Gujarat Government) અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ(RTI App Launching by CM Bhupendra Patel) કર્યુ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના(department of the Secretariat) વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના GILના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. આ વેબ પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશ, ARTD સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા, સંયુક્ત સચિવ કે રાજેશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી
સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર ID તેમજ પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના(Software Government of Gujarat) ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે. પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન RTI(RTI application Launching) પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે.
RTIની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવાઇ
રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. CM ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન RTIની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં(department of secretariat service) પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો
આ પણ વાંચોઃ Vapi municipality election 2021: 44માંથી 37 બેઠક પર ભાજપનો કબજો, 7 બેઠક પર 'પંજો' જીત્યો