ગાંધીનગર ગુજરાત રાજ્યમાં વીજળી બચાવો અભિયાન અંતર્ગત અનેક કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ દ્વારા પરંપરાગત સ્ત્રોતમાંથી વીજળી મેળવવા માટે પણ અનેક પ્રોજેક્ટ હાથ (Climate Change Department Action Plan ) ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આવનારા 100 દિવસોમાં (Government complete Electricity work in 100 days )મહત્વના પ્રોજેકટ પુરા કરવામાં આવશે. આ બાબતે હવે વિભાગ દ્વારા કામ પણ શરૂ કર્યું હોવાની વિગતો રાજયકક્ષાના પ્રધાન મુકેશ પટેલે (Minister Mukesh Patel )આપી હતી.
આ પણ વાંચો 11 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આપ્યો ગાંધીનગર બંધનો કોલ
વીજળી બચાવો અભિયાન અંતર્ગત 6 મહત્વના કામ (Climate Change Department Action Plan )કરવામાં આવશે. તે જોઇએ તો નાણાકીય વર્ષના અંત સુધીમાં ગુજરાતના કુલ 9000 જેટલા વિદ્યાર્થીઓને 10.80 કરોડની નાણાકીય સહાય બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહનની યોજના હેઠળ આપવામાં આવશે. ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત મહાનગર સેવાસદન હસ્તકના સ્મશાન ગૃહમાં કુલ 782 નંગ ની 4.23 કરોડના ખર્ચે સ્મશાન ભઠ્ઠી તૈયાર કરવામાં આવશે જ્યારે અત્યાર સુધીમાં 121 જેટલી સ્મશાન ભઠ્ઠી સુધારેલ છે.
આ પણ વાંચો અત્યારે વીજળી બચાવશો તો ભવિષ્ય સોનેરી રહેશે: વડાપ્રધાન
સુવિધાઓ મળશે વીજળી બચાવો અભિયાન અંતર્ગત ગુજરાતના 25 જિલ્લાની 920 શાળાઓમાં 21,187 LED tubelight 81 લાખના ખર્ચે ઇન્સ્ટોલ કરવામાં આવશે. 920 શાળાના કુલ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો 46 લાખ જેટલા વિદ્યાર્થીઓ એલઇડી લાઇટની નીચે અભ્યાસ કરશે. આ ઉપરાંત જિલ્લાઓની 1173 શાળાઓમાં કુલ 24,439 સારી કક્ષાના સ્ટાર રેટેડ પંખાઓ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સરકારી છાત્રાલય આદર્શ નિવાસી શાળાઓમાં સોલાર વોટર હીટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે કુલ 19 છાત્રાલયો અને આદર્શ નિવાસી શાળાઓમાં 77,500 પ્રતિદિન ક્ષમતાની સોલાર વોટર હીટિંગ સિસ્ટમ 233 લાખના ખર્ચે ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અંદાજિત 3100 જેટલા વિદ્યાર્થીઓ ગરમ પાણીનો લાભ મેળવી (Climate Change Department Action Plan )શકશે.
સરકારી ઇમારતો આવરી લેવાઇ નાણાકીય વર્ષ 2022 23 ના અંત સુધીમાં અંદાજિત 600 જેટલી સરકારી ઇમારતો જેવી કે કલેક્ટર કચેરી મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન આરટીઓ કચેરી જિલ્લા અને તાલુકા કોર્ટ કચેરી પીએચસી સેન્ટેન્સી સેન્ટર સરકારી શાળાઓ અને કોલેજો ઉપર 8000 કિલો વોટની સોલાર સિસ્ટમ લગાવવાની આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી જે સોલાર સિસ્ટમથી વીજળીનો ઉત્પન્ન થાય તે વીજળીનો ઉપયોગ સીધા જે તે કચેરીમાં કરી શકાય અને પરંપરાગત ઉર્જાનો સારી રીતે ઉપયોગ પણ થઈ શકે. આમ આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સરકારને કરોડો રૂપિયાની વીજળી પણ બચત થશે. ગુજરાતમાં અત્યારે અનેક ખાનગી મકાનો ફ્લેટોમાં અને બંગ્લોઝમાં સોલાર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકારની મદદથી કુલ પચાસ હજાર જેટલી રહેણાંક ઇમારતો ઉપર 200 મેગા વોટની સોલાર સિસ્ટમ 300 કરોડના ખર્ચે લગાવવાનું આયોજન પણ કરવામાં (Climate Change Department Action Plan )આવ્યું છે.
સોલાર લગાવવાનું આયોજન પણ અનેક શાળામાં વીજળી જ નહીં વર્ષ 2022 ના માર્ચ મહિનામાં યોજાયેલા બજેટ સત્ર દરમિયાન તારીખ 7 માર્ચના રોજ કોંગ્રેસના ઝાલોદ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા કે જેઓએ બાદમાં ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી અગાઉ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતાં. તેઓએ શિક્ષણપ્રધાનને ઉદ્દેશીને સવાલ કર્યો હતો. આ સવાલમાં પૂછવામાં આવ્યું હતું કે, રાજ્યની કેટલી સરકારી શાળામાં વીજળીનો અભાવ છે ? કેટલી શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી ? જેનો તત્કાલીન શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. સરકારે રજૂ કરેલા જવાબમાં રાજ્યની 23 સરકારી શાળામાં વીજળીનો અભાવ (lack of electricity in government schools )હોવાનું સરકારે સ્વીકાર્યું હતું.
5 જિલ્લાની 23 શાળામાં વીજળી નથી જે સરકારી શાળાઓમાં વીજળી નહીં હોવાનું સ્વીકારવામાં આવ્યું છે તેમાં કચ્છમાં 2 શાળા, સુરેન્દ્રનગરમાં 1, પોરબંદર 7, દ્વારકા 1, મોરબી 3 અને ગીરસોમનાથની 9 શાળાનો સમાવેશ થાય છે.
31 માર્ચ પહેલા ટાર્ગેટ પૂરો કરવા સૂચના ગુજરાતમાં નવી સરકારે શાસનની શરૂઆત કરવાની સાથે જ આગામી 100 દિવસના લક્ષ્યાંક પણ નક્કી કરી તેને સાર્થક કરવા માટે આયોજન ઘડી નાખ્યા છે. ક્લાયમેટ ચેન્જ વિભાગ દ્વારા આ અંતર્ગત કેટલાંક મુદ્દાઓ નક્કી કર્યા છે. જેમાં મહત્વનો મુદ્દો સરકારી શાળામાં એલઈડી લાઈટ, 50,000 મકાનોમાં અને 600 જેટલી સરકારી ઇમારતમાં સોલાર પેનલ, વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત 2 વહીલર પર સહાય જેવા આયોજન જેડા દ્વારા વિવિધ 10 જેટલા મુદ્દા નક્કી કરી તે કામ 100 દિવસની અંદર પૂરા કરવા વિભાગને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે 31 માર્ચ 2022 સુધી પૂર્ણ કરવાનો ટાર્ગેટ (Climate Change Department Action Plan )આપવામાં આવ્યો છે.
કામો પૂરા કરવા સરકાર સતત પ્રયત્નશીલ આ અંગે ક્લાયમેટ ચેન્જ વિભાગના રાજ્ય કક્ષા પ્રધાન મુકેશ પટેલે (Minister Mukesh Patel ) ETV ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દરેક વિભાગને 100 દિવસના લક્ષ્યાંક (Government complete Electricity work in 100 days )આપવામાં આવ્યા છે. સરકારે બિનપરંપરાગત ઊર્જા સંદર્ભે અનેક કામગીરી નક્કી કરી છે અને નક્કી કરવામાં આવેલા તમામ કામો ઝડપથી પૂરા થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વિભાગ દ્વારા કામ પણ (Climate Change Department Action Plan )શરૂ કરી દેવામાં આવ્યું છે.