ETV Bharat / state

ગોધરાકાંડમાં 9 વોલ્યુમ, 2500 પેજ, 44 હાજર એફિડેવિટથી બનેલો રિપોર્ટ ગૃહમાં રજૂ, PM મોદી અને સાથી પ્રધાનોને ક્લીનચિટ - નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ

ગાંધીનગર: વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગ્યા બાદ રાજ્યમાં કોમી તોફાન ફાટી નીકળ્યું હતું ત્યારે રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન CM નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી છે.

godhra kand
godhra kand
author img

By

Published : Dec 11, 2019, 2:45 PM IST

Updated : Dec 11, 2019, 3:12 PM IST

આ બાબતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગેલ આગમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા અને 40થી વધારે લોકોને ઈજા થઈ હતી ત્યારબાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.

ત્યારબાદ તેના સંદર્ભમાં જે-તે વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કમિશનની રચના કરી હતી, જ્યારે ગોધરાકાંડનો પ્રથમ રિપોર્ટ 2008ની અંદર તે વખતના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મૂકવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં આ આખેઆખું એક ગોધરા ટ્રેનને આગ લગાડવાનું એક પૂર્વયોજિત કાવતરું હતું એવું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નિમાયેલા નાણાવટી કમિશન દ્વારા સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ રાજ્ય સરકારે પૂર્વ આયોજિત કાવતરું હતું. એની કાગારોળ કરી નાખવામાં આવી હતી અને તે સમયે દુનિયામાં નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટના સાથી સભ્યોને બદનામ કરવા માટેના પરચાઓ રચવામાં આવ્યા હતા.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત વિધાનસભાના મેજ પર ગોધરાકાંડ ભાગ 2 બે મૂકવામાં આવ્યો છે અને આ પાર્ટ ટુ રિપોર્ટ 9 જેટલા વોલ્યુમ 2500થી વધુ પાનાં અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી હતી અને તપાસ પંચના તારણોમાં ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાય છે. જેમાં રાહુલ શર્મા, સંજીમ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે.

ગોધરાકાંડમાં 9 વોલ્યુમ, 2500 પેજ, 44 હાજર એફિડેવિટથી બનેલો રિપોર્ટ ગૃહમાં રજૂ, PM મોદી અને સાથી પ્રધાનોને ક્લીનચિટ

જ્યારે નરોડા પાટિયામાં કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી કમિશન દ્વારા કોઈ જ ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નામ સામે આવ્યું હતું અને નામ દૂર કરવા માટે પોતે જ ગોધરા ગયા હતા જેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

જેમાં રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોદી કોઈ ખાનગી પ્રવાસમાં ગયા ન હતા પણ તેઓ સરકારી કામકાજથી ગયા હતા. જ્યારે સંબંધિત અધિકારીઓએ મોદીના પ્રવાસની વ્યવસ્થા કરનારા અધિકારીઓને જાણ હતી. ગોધરા જવાની બાબત કોઇ ખાનગી બાબત નહોંતી. જેથી કરીને માનનીય મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગોધરાની મુલાકાતે ગયા, જે એક ખાનગી મુલાકાત હતી એ પ્રમાણેના જે આક્ષેપો હતા.

રિપોર્ટમાં ઉલ્લેખ પ્રમાણે, પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 58 જેટલા વ્યક્તિઓનું ખુલ્લામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ મોર્ટમના સંદર્ભમાં એ વખતના આરોગ્યપ્રધાન અશોક ભટ્ટ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ તપાસ પંચ દ્વારા એવો નિષ્કર્ષ આવ્યો છે કે, આ સ્થાનિક અધિકારી દ્વારા આપેલી સૂચનાના કારણે જે તે સ્થળ પર એટલે કે, રેલવે યાર્ડની અંદર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ રિપોર્ટમાં આખેઆખું ગોધરાકાંડ ટ્રેનને આગ લગાડવાનું પ્રૂવયોજિત પ્લાનિંગ હતું, તેવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો. આ ઘટના બાદ નરેન્દ્ર મોદી અને તેમના સભ્યોને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું ન હતું, જેથી તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે.

ગોધરાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઈ સંડોવણી નથી. પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા તેઓને પણ ક્લીનચીટ અપાઈ છે. તપાસ પંચના તારણો પ્રમાણે ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારઈઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. પાર્ટ-2 રિપોર્ટના આધારે લોકોમાં જે શંકા-કુશંકા અને ગુજરાતની સરકારને બદનામ કરાવના કારનામા હતા, તે નાણાવટી પંચના રિપોર્ટ દ્વારા તેનો પર્દાફાશ થાય છે.

રિપોર્ટમાં કહેવાયું કે, નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. નરોડા પાટીયાકાંડમાં ઉશ્કેરણી પણ કરાઈ હતી. મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા તે આરોપ ખોટા છે. ભારત અને વિશ્વભરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસ અને એનજીઓના બદઈરાદાનો પર્દાફાશ કરાયો છે. 17 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાયો. 27 ફેબ્રુઆરી 2002માં 58 કારસેવકોનાં મોત થયાં હતાં. આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ રજુ કરાયો છે.

27 ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી, જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે.

નાણાવટી મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને સોંપાયો હતો. જે આજે આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાન ફાટી નીકળ્યું હતું ત્યારે રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર આણેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ , 2500 થી વધુ પેજ અને 44 હજાર થી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.
Body:આ બાબતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસ ના કોચ એસ-6માં લાગેલ આગમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા અને 40થી વધારે લોકોને ઈજા થઈ હતી ત્યારબાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારબાદ આના સંદર્ભમાં જે તે વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કમિશનની રચના કરી હતી, જ્યારે ગોધરાકાંડનો પ્રથમ રિપોર્ટ 2008ની અંદર તે વખતના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મૂકવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં આ આખેઆખું એક ગોધરા ટ્રેનને આગ લગાડવાનું એક પૂર્વયોજિત કાવતરું હતું એવું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નિમાયેલા નાણાવટી કમિશન દ્વારા સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારે પૂર્વ આયોજિત કાવતરું હતું. એની કાગારોળ કરી નાખવામાં આવી હતી અને તે સમયે દુનિયામાં નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટના સાથી સભ્યો ને બદનામ કરવા માટેના પરચાઓ રચવામાં આવ્યા હતા.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભાના મેજ પર ગોધરાકાંડ ભાગ 2 બે મૂકવામાં આવ્યો છે અને આ પાર્ટ ટુ રિપોર્ટ 9 જેટલા વોલ્યુમ 2500 થી વધુ પાનાં, અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી હતી અને તપાસ પંચના તારણોમાં ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાય છે. જેમાં રાહુલ શર્મા, સંજીમ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકા માં જોવા મળ્યા છે.

જ્યારે નરોડા પાટિયામાં કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી કમિશન દ્વારા કોઈ જ ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નામ સામે આવ્યું હતું અને નામ દૂર કરવા માટે પોતે જ ગોધરા ગયા હતા જેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મોદી કોઈ ખાનગી પ્રવસમાં ગયા ના હતા પણ તેઓ સરકારી કામ કાજથી ગયા હતા જ્યારે સંબંધિત અધિકારીનેએ મોદીના પ્રવાસની વ્યવસ્થા કરનારા અધિકારીઓને જાણ હતી, ગોધરાની જવાની બાબત કોઇ ખાનગી બાબત નહોતી જેથી કરીને માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર ભાઈ મોદી એક ગોધરા ની મુલાકાતે ગયા એક ખાનગી મુલાકાત હતી એ પ્રમાણેના જે આક્ષેપો હતા.

રિપોર્ટમાં ઉલેક્ખ પ્રમાણે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 58 જેટલા વ્યક્તિઓનું ખુલ્લામાં પોસ્ટમોર્ડમ કરવામાં આવ્યું હતું આ પોસ્ટ મોર્ટમ ના સંદર્ભમાં એ વખતના આરોગ્યપ્રધાન અશોક ભટ્ટ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા તો એના સંદર્ભમાં પણ તપાસ પંચ દ્વારા એવો નિષ્કર્ષ આવ્યો છે કે આ સ્થાનિક અધિકારીના દ્વારા આપેલી સૂચના ના કારણે જેટ સ્થળ પર એટલે કે રેલવે યાર્ડની અંદર અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આ રિપોર્ટમાં આખેઆખું ગોધરાકાંડ ટ્રેનને આગ લગાડવાનું પ્રૂવયોજિત પ્લાનિંગ હતું, તેવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો. આ ઘટના બાદ નરેનદ્ર મોદી અને તેમના સભ્યોને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું ન હતું, તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. પૂર્વ મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા તેઓને પણ ક્લીનચીટ અપાઈ છે. તાપસ પંચના તારણો, ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારઈઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. પાર્ટ-2 રિપોર્ટના આધારે લોકોમાં જે શંકુ-કુશંકા અને ગુજરાતની સરકારને બદનામ કરાવના કારનામા હતા, તે નાણાવટી પંચના રિપોર્ટ દ્વારા તેનો પર્દાફાશ થાય છે.

રિપોર્ટમાં કહેવાયું કે, નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. નરોડા પાટીયાકાંડમાં ઉશ્કેરણી કરાઈ હતી. મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા તે આરોપ ખોટા છે. ભારત અને વિશ્વભરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસ અને એનજીઓના બદઈરાદાનો પર્દાફાશ કરાયો છે. 17 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાયો . 27 ફેબ્રુઆરી 2002માં 58 કારસેવકોનાં મોત થયાં હતાં. આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ રજુ કરાયો છે. Conclusion:27 ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી, જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ
માટે આ પંચની રચના કરવામાં આવી છે. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને સોંપાયો હતો. જે આજે આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો
Last Updated : Dec 11, 2019, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.