ગાંધીનગર: કોવિડ-19એ રાજ્યમાં માથું ઉચક્યું છે. કોરોના વાઇરસથી બચવા માટે હેન્ડ સેનિટાઈઝર મહત્વનું બન્યું છે પરંતુ ગુજરાતમાં કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ 350 જેટલા સેનેટાાઈઝરના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 14 જેટલા સેમ્પલો ફેઈલ થતા રદ કરવામાં આવ્યા છે.
આ બાબતે ફૂડ & ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન સેનિટાઈઝરના ઉત્પાદન અને વેચાણ વધ્યા છે. સેનિટાઈઝરની ગુણવત્તા ચકાસવા માટે લોકડાઉન દરમિયાન 350થી વધારે સેમ્પલ લીધા છે. આ પૈકી 14 સેમ્પલ ફેઈલ થયા છે. જો આ ગુજરાતની જ પ્રોડક્ટ છે તો, માર્કેટમાંથી માલ વીડ્રો કરવો તેમજ તેની સામે કાર્યવાહી કરવાની હોય છે. જો પ્રોડક્ટ અન્ય રાજ્યની હોય તો જે-તે રાજ્યમાં જે-તે સરકારને જાણ કરવામાં આવે છે.
સેનિટાઈઝરના માપદંડ વિશે એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કેમિકલ દ્વારા જીવાણું મરી જાય તે માટે સેનેટાઈઝર હોય છે. 62થી 67 ટકા આઈસોપ્રોફાઈલ આલ્કોહોલ હોય છે. માર્કેટની અંદર આવતાં સેનિટાઈઝર 4 કેટેગરીના છે, સરકારમાં આ સેનિટાઈઝર સપ્લાય કરાયા હોઈ શકે છે. કેમ કે, નીરવ હેલ્થ કેર અનેક કંપનીમાં સેનેટાઈઝર સપ્લાય કરે છે, 14 સેમ્પલ પૈકી 13 સેમ્પલ નીરવ હેલ્થ કેરના છે, લોકડાઉન થયા બાદ માર્કેટમાં સેનિટાઈઝર વેચવા માટે 60થી 70 નવી કંપની ગુજરાતમાં આવી છે. કોરોનાના ઇન્જેક્શન માટે ગુજરાત સરકારે 2000થી વધારે ઇન્જેક્શન ખરીદવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર વિભાગ દ્વારા કુલ 350 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 14 સેમ્પલ ફેલ થયા છે. આમ ફક્ત 6 મહિનામાં ફક્ત 123 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 14 ફેલ થયા થતા રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. જ્યારે ખોરાક અને ઔષધ નિયમનની વેબસાઈટ પર આપવામાં આ તમામ માહિતી મુકવામાં આવી હતી. જ્યારે સરકારી વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી મોટા ભાગના જે સેમ્પલ ફેલ થયા છે એ ગુજરાત મેડિકલ કોર્પોરેશન ના જ સેમ્પલ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા કોવિડ-19માં નીરવ ફાર્માસ્યુટીકલમાંથી હેન્ડ સેનિટાઇઝરની ખરીદી કરવામાં આવેલા ટોટલ બેચમાંથી 14 બેચ ફેઈલ થઈ છે. સેનિટાઈઝર ફેઈલ થવાનું સૌથી મોટું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે, નીરવ ફાર્માસ્યુટીકલમાંથી હેન્ડ સેનિટાઇઝર લેવામાં આવતા હતા તેમાં આલ્કોહોલનું પ્રમાણ ન હતું, જ્યારે સેનેટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવું જરૂરી અને ફરજીયાત છે. આમ, અત્યાર સુધી હલકી ગુણવત્તાના હેન્ડસેનેટાઇઝર ગુજરાતના કોરોના યોદ્ધામાં કોરોના સંક્રમણ થવાનું એક કારણ હોય શકે છે. જ્યારે વિવિધ કંપની માંથી ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવેલ એન્ટાસિડ, લિકવિડ બોટલ, બોટલ ચઢાવવાની સિરિઝ, એન્ટિબાયોટિક, સર્જરીમાં વપરાતા કોટન જેવી ગણી બેચ ફેઈલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં કોરોના વાઈરસ સામે લડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ રાજ્યની સરકારી કચેરી હોય અથવા તો કોઈ પણ ખાનગી કચેરી હોય ત્યાં તમામ જગ્યા પર સરકાર દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં બિલાડીના ટોપની જેમ અનેક વિવિધ કંપનીઓ સેનેટાઈઝરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જેમાંથી રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા 14 જેટલા સેમ્પલ રદ કરવામાં આવ્યા છે.