ETV Bharat / state

બજેટ 2021-22 : કોઇ નવા વેરા નહીં, ઇલેક્ટ્રિક વાહનોમાં સબસીડી પણ પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં - No new tax

નાણા પ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભા ગૃહમાં વર્ષ 2021-22નું 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં કોઈ પ્રકારના કરવેરા ઉમેરવામાં આવ્યા નથી, પરંતુ કરવેરામાં રાહત પણ આપવામાં આવી નથી, જ્યારે ગુજરાતનું મહત્વના એવો એક કૃષિ વિભાગમાં 192 કરોડ રૂપિયાની ઓછી ફાળવણી કરવામાં આવી છે, જ્યારે શિક્ષણ વિભાગમાં બજેટ વધુ આપવામાં આવ્યું છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ નહીં ઘટે તે બાબતે પણ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા
author img

By

Published : Mar 3, 2021, 8:48 PM IST

  • ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ થયું
  • કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરાયું
  • કૃષિ વિભાગમાં 191 કરોડની ઓછી ફાળવણી
  • શિક્ષણ વિભાગમાં બજેટ વધુ અપાયું
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં નહીં થાય ઘટાડો

ગાંધીનગર : રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભાગૃહમાં વર્ષ 2021-22 નું 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કોઈ પ્રકારના કરવેરા ઉમેરવામાં આવ્યા નથી, પરંતુ કરવેરામાં રાહત પણ આપવામાં આવી નથી. જ્યારે ગુજરાતનું મહત્વના એવો એક કૃષિ વિભાગમાં 192 કરોડ રૂપિયાની ઓછી ફાળવણી કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગમાં બજેટ વધુ આપવામાં આવ્યું છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ નહીં ઘટે તે બાબતે પણ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું.

લોકડાઉનમાં રાજ્યસરકાર ગ્રોથ -14 ટકા

રાજ્ય સરકારના નાણા સચિવ જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, લોકડાઉન અને અનલોક દરમિયાન રાજ્ય સરકારની નાણાની આવક અને જાવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો હતો. આવક એકદમ શૂન્ય થઈ ગઈ હતી, ત્યારે રાજ્યના ગ્રોથ રેટ - 14 ટકાએ પહોંચ્યો હતો. મહત્વની છે કે, જેમ જેમ અનલોક લાગુ કરવામાં આવ્યું તેમ તેમ રાજ્ય સરકારની આવકમાં વધારો થયો હતો. પ્રથમ બે દિવસમાં -14 ટકાથી ઉપર આવીને 0 ટકા સુધી ગ્રોથ નોંધાયો હતો. ગત કવટર્સમાં +5 ટકાનો વધારો થયો છે. આમ ગત વર્ષે કોરાના અને લોકડાઉનને કારણે આ વર્ષે કોઈ પણ પ્રકારના કરવેરા વધારવામાં આવ્યા નથી.

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ થયું

ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષનું બજેટ

  • કૃષિ વિભાગમાં રાજ્ય સરકારે રૂપિયા 191 કરોડની ઓછી ફાળવણી કરી છે. જ્યારે ગત વર્ષે 7723 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કૃષિ બજેટમાં 7132 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂપિયા 226 કરોડની ઘટ છે. ગત વર્ષે 7220 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • શિક્ષણ વિભાગ માટે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂપિયા 764 કરોડ રૂપિયા વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષે રૂપિયા 31,1955 કરોડ ફાળવાયા હતા, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોગ્ય વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂપિયા 80 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 11,243 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 11,323 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • મહિલા બાળકલ્યાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂપિયા 361 કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે, ગત વર્ષે 3150 કરોડની ફાળવણી કરવામાં હતી, જ્યારે ચાલુ વર્ષે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • પાણી પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂપિયા 343 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 4370 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે 3975 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂપિયા 30 કરોડથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે રૂ 4321 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આદિજાતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂપિયા 19 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે.
  • પંચાયત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે 295 કરોડ રૂપિયાની ઓછી ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 9091 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે 8796 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
  • શહેરી વિકાસ વિભાગમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પણ કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 13424 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • શ્રમ અને રોજગાર વિભાગમાં ગત વર્ષની માફક ચાલુ વર્ષે 21 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે રૂપિયા 1,120 કરોડની ફાળવણી કરાવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • માર્ગ અને મકાન વિભાગમાં 985 કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 10,200 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 11185 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂપિયા 883 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે રૂપિયા 13917 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 13034 કરોડની ફાળવણી કરવામાં છે.

પેટ્રોલ ડિઝલમાં ભાવ નહીં ઘટે

રચનાના નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલમાં ગુજરાતમાં કોઈપણ પ્રકારના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે. સમગ્ર દેશમાં ગુજરાતમાં 15મો નંબર છે કે, જેમને રાજ્યમાંનો રેટ સૌથી નીચો છે. જ્યારે અન્ય 14 રાજ્યોમાંનો દર સૌથી વધુ હોવાનું નિવેદન પણ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.

ગુજરાત વિધાનસભા
નવા વેરા વગરનું બજેટ, ઇલેક્ટ્રિક વાહનોમાં સબસીડી પણ પેટ્રોલ ડિઝલમાં રાહત નહીં

મેડિકલ ક્ષેત્રે નવું સોપાન

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ચાલુ કામ થાય તે માટે બે મેડિકલ પાર્ક બનાવવાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે. જેમાં મેડિકલના લગતા ડિવાઇસ પાર્ક રાજકોટમાં બનશે અને દવાઓ અને મેડિકલને લગતી તમામ અન્ય વસ્તુઓ જંબુસરમાં બનાવવામાં આવશે. આંબે જગ્યા પર મેડિકલ પાર્ક બનાવવાની વાત પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવતી સબસીડી બાબતે પણ નાણા પ્રધાન નીતિન પટેલે હકારાત્મક જવાબ આપ્યો હતો અને સૌર ઊર્જાનો ઉપયોગ વધુમાં વધુ બને તે માટેની પણ જાહેરાત નીતિન પટેલે કરી હતી.

તમામ લોકોનું બજેટ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજનું જે બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થયું છે, તે ગરીબલક્ષી, યુવાનો માટે મહિલાઓ માટે, બક્ષીપંચ અને તમામ લોકોને સ્પષ્ટ હતું અને તમામ યોજનાઓને આવરી લેતું બજેટ છે, જ્યારે બજેટમાં મહત્વના તમામ વિભાગોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. નવી યોજનાઓ મૂકવામાં આવી છે અને વિકાસના કામોમાં હવે કાવડ નહીં આવે તેવું નિવેદન પણ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.