ETV Bharat / state

Boris Johnson Gujarat Visit: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આવશે ગુજરાત, અમદાવાદમાં ગાંધી આશ્રમની લેશે મુલાકાત - બોરિસ જોન્સન અમદાવાદમાં

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson Gujarat Visit) 20 એપ્રિલથી 24 એપ્રિલના રોજ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની મુલાકાતે આવવાના છે. તેઓ ગુજરાતમાં વડોદરા અને અમદાવાદની મુલાકાત લેશે. વડોદરામાં તેઓ JCBની નવી મેન્યુફેક્ચરિંગ ACDTની મુલાકાત લેશે. અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આવશે ગુજરાત

author img

By

Published : Apr 15, 2022, 8:41 PM IST

ગાંધીનગર: 18, 19 અને 20 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. તો હવે 21 એપ્રિલના રોજ બ્રિટનના વડાપ્રધાન (PM Of Britain) બોરિસ જોન્સન પણ ગુજરાતની મુલાકાતે (Boris Johnson Gujarat Visit) આવે તેવી શક્યતાઓ છે. બ્રિટનના વડાપ્રધાન 20 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તેમનો ગુજરાત પ્રવાસ પણ નક્કી કરવામાં આવ્યો છે અને અમદાવાદના ગાંધી આશ્રમ (gandhi ashram ahmedabad)ની મુલાકાત પણ તેઓ લેશે.

JCBની નવી મેન્યુફેક્ચરિંગ ACDTની મુલાકાત લેશે- સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ (Boris Johnson In Ahmedabad) તથા બરોડાની મુલાકાત (Boris Johnson In Vadodara) લેશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બરોડા ખાતે આવેલા બ્રિટિશ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ ઉત્પાદક JCBની નવી મેન્યુફેક્ચરિંગ ACDTની (jcb manufacturing plant in vadodara) મુલાકાત લેશે. સાથે જ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લઈને ચરખા પર પોતાનો હાથ પણ અજમાવશે.

આ પણ વાંચો: PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઇ ફોન પર વાતચીત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત નહીં- ગુજરાતમાં કોઈપણ દેશના વડાપ્રધાન જ્યારે આવતા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવતી હોય છે અને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવતી હોય છે, પરંતુ બ્રિટનના વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે તેની સત્તાવાર જાહેરાત હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, 18, 19, 20 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઇને તંત્ર અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં વ્યસ્ત છે. એક સાથે 2 મહાનુભાવ ગુજરાતમાં જોવા મળશે.

આ પણ વાંચો: બ્રિટનના PM બોરિસ જોનસન એપ્રિલમાં ભારત આવશે

અગાઉ 2 વખ પ્રવાસ થયો હતો રદ- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના અગાઉ પણ 2 વખત ભારત દેશના પ્રવાસને લઇને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોરોના સંક્રમણ (Corona In India)ને ધ્યાનમાં લઈને 2 વખત પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. હવે ત્રીજી વખત આ કાર્યક્રમમાં તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 20 એપ્રિલના રોજ 6:00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પુર્ણ કરીને અમદાવાદથી સીધા દિલ્હી જવાના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.