ગાંધીનગર: ભરૂચના યુવાનના નામથી એક યુવાને ખોટા દસ્તાવેજ બનવીને PSIની ટ્રેનિંગમાં જોડાયા હતા. જેનો ઘટસ્ફોટ આંદોલનકારી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ મારફતે કર્યો હતો. ત્યારબાદ ગૃહ વિભાગે તપાસ કરતા એક બોગસ યુવાન PSI ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ડભોડા પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામતે કોંગ્રેસે ગૃહમાં 116 ની નોટિસ આપી હતી પણ ચર્ચા ન થતા ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. આ ઘટનામાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસનો સાથ આપીને વોક આઉટ કર્યું છે.
ગૃહમાં 116 નોટીસ મામલે પક્ષ વિપક્ષ આમને સામને: વિધાનસભા ગૃહમાં એક કલાકે પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ 116 નોટિસ મામલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને ચર્ચા કરવાની માંગ કરી હતી. 116 ની નોટિસના નિયમ મુજબ નોટિસ પ્રથમ દાખલ થાય બે દિવસ જે તે પ્રધાનને જવાબ આપવાનો સમય આપવામાં આવે અને ત્યારબાદ નક્કી કરવામાં આવે કે કયા દિવસે ચર્ચા કરવી. આ તમામ કાર્યવાહી બાકી હોવાથી ચર્ચા થઈ શકે નહીં તેવું કહ્યું હતું જેથી બોક્સ અને વિપક્ષ પીએસઆઇ ભરતી બાબતે આમને સામને આવી ગયા હતા અને અને ત્યારબાદ વિધાનસભા ગ્રુપમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ તે કાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો.
-
ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.#Resign_Harsh_Sanghavi pic.twitter.com/Flz9zhg7w0
— Amit Chavda (@AmitChavdaINC) March 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.#Resign_Harsh_Sanghavi pic.twitter.com/Flz9zhg7w0
— Amit Chavda (@AmitChavdaINC) March 1, 2023ગુજરાતના લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી યુવાઓની માફી માંગી તાત્કાલિક રાજીનામું આપે.#Resign_Harsh_Sanghavi pic.twitter.com/Flz9zhg7w0
— Amit Chavda (@AmitChavdaINC) March 1, 2023
આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે: જ્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટી એ પણ કોંગ્રેસનો સાથ આપ્યો હતો અને વોક આઉટ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ સરકાર 116 મુજબ અથવા ઝીરો અવર્સમાં ચર્ચા કરવાની માંગ કરી હતી.
સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું નિવેદન: પીએસઆઈ મામલે કોંગ્રેસ વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવા માટેની દલીલ કરી રહ્યું હતું ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ નિવેદન આપ્યું હતું કે જ્યારે જે મુદ્દાની જરૂરિયાત ઊભી થઈ છે તે બાબતે તમામ લોકોને મોકો આપ્યો છે. પેપર લીક બાબતે પણ તમામ લોકોને મોકો આપ્યો અને જે લોકોને જે બોલવું હતું તે બોલવાનો પણ મોકો આપ્યો છે. સરકારની તાકાત છે જે રોકવા માંગે તે રોકી શકે છે. સરકાર તમામ મુદ્દે કામ કરી રહી છે પરંતુ અહીંયા પોતાનું કંઈક સાબિત કરવા માટે ઊભું થવું તે યોગ્ય નથી.
નિયમ મુજબ હું અહીંયા જવાબ નહીં આપી શકું: પીએસઆઇ ભરતી બાબતે કોંગ્રેસે અને એક વિરોધ કર્યો હતો ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના જવાબ બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે જ્યારે આ ખરેખર ગંભીર મુદ્દો છે પરંતુ હું વિધાનસભાના નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રુપમાં જવાબ આપી શકીશ નહીં જ્યારે વિધાનસભા બહાર તેમને જે જોઈએ તે તમામ જવાબ આપવા તૈયાર છું. આ ઘટનાની પાછળ મોટું રેકેટ હતું અને સિક્રેટ ઓપરેશન પણ ચાલી રહ્યું હતું.
ગૃહપ્રધાને રાજીનામુ આપી દેવું જોઈએ: વોક આઉટ કર્યા બાદ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ સરકાર ઉપર તો પ્રહારો કર્યા હતા ઉપરાંત ગુજરાતના યુવાઓની ચિંતા કરી ગંભીર વિચારણા અને ચર્ચા કરવાની કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં માંગ કરી હતી. આ માગણીને સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી છે. અમિત ચાવડાએ રાજ્યં ગૃહપ્રધાન પર પ્રશ્નો ઉભા કરતા જણાવ્યું હતું કે નૈતિકતાના ધોરણે ગૃહપ્રધાને રાજીનામુ આપી દેવું જોઈએ.
ગુજરાતમાં કૌભાંડોનો રાફડો: પીએસઆઇ ભરતી મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાંવાએ પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ 116 ની નોટિસ આપી હતી પરંતુ કોઈ ચર્ચા થઈ નથી તેથી. કોંગ્રેસ પક્ષ સાથે જ વકઆઉટ કર્યું છે જ્યારે આ એક જ ઘટના સામે આવી છે ત્યારે ભૂતકાળમાં આવી કેટલી ઘટનાઓ બની છે. તે બાબતે સરકાર સમક્ષ 116 ની નોટિસ મૂકવામાં આવી હતી પરંતુ તે બાબતે કોઈ ચર્ચા થઈ નહીં જેથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પણ વોક આઉટ કર્યું હતું.
અધ્યક્ષના ઓર્ડર, સૂચનનું ઉલ્લંઘન: ભાજપ પક્ષના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 116 ની નોટિસ બાબતે વધુમાં ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ગૃહ નિયમ પ્રમાણે ચાલે છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના સંઘવીએ પણમાં રહીને જવાબ આપ્યા હતા. અધ્યક્ષે ગૃહના સભ્યોને સૂચના આપી હતી, ટકોર કરી હતી, ઓર્ડર પણ આપ્યો પરંતુ આ તમામ બાબતોનું કોંગ્રેસે ઉલ્લંઘન કર્યું હતું.
શું હતી સમગ્ર ઘટના? અત્રે ઉલ્લેખનીય છેકે ફેક ડોક્યુમેન્ટનો આધાર બનાવીને મયુર તડવી પીએસઆઈની ટ્રેનિંગ લેવા માટે ગાંધીનગરનીકરાઈ એકેડમીમાં ઘુસ્યો હોવાની ઘટના બની છે. ચાર દિવસ પહેલા 582 તાલીમાર્થીઓના પગારનાબિલ બનાવતી વખતે કર્મચારીઓને મયુર તડવીના નામ અંગે શકા ઉભી થઈ અને સવાલ સર્જાયાહતા. તેનું નામ સ્પર્ધાત્મ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોની યાદીમાં ન હતું. તેટ્રેનિંગમાં આવ્યો જ કેવી રીતે? તે સવાલ ઉભો થયો હતો. તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો.
ઑનલાઈન એપની મદદ લીધી આ અંગે તપાસ કરીતો જાણવા મળ્યું કે મયુર તડવીએ ઑનલાઈન એપની મદદથી પાસ ઉમેદવારોની યાદીમાં એક ઉમેદવારનુંનામ ડીલીટ કરીને પોતાનું નામ ઉમેરી દીધું હતું. આ ઘટનામાં મયુર તડવીની પુછપરછ ચાલુછે અને અને અન્ય ગેંગ સંકળાયેલી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ અંગેની તપાસપૂર્ણ થયા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કરાઈ એકેડમીના આચાર્યનેજણાવ્યું હતું. આ ઘટનાનો પડઘો આજે ગુજરાત વિધાનસભામાં પડ્યો હતો. અને વિપક્ષે આજે સરકાર પર પસ્તાળ પાડી હતી.