ETV Bharat / state

Loksabha Election 2024: દેશ અને રાજ્યમાં યોજાનારા સરકારી આરોગ્ય કેમ્પને વિપક્ષે લોકસભા ચૂંટણીનો પ્રચાર ગણાવ્યો - વિપક્ષ

લોકસભાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ધીમે ધીમે લોકોસભાની ચૂંટણી ને અર્થે સભાઓની શરૂઆત કરવામાં આવી છે. દેશના તમામ વિપક્ષોએ ભાજપને હરાવવા માટે I.N.D.I.A.ની રચના કરી છે. ભાજપ સરકારે પણ દેશના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરીને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં 14,000થી વધુ ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન

author img

By

Published : Aug 21, 2023, 8:18 PM IST

ગાંધીનગર: વર્ષ 2024ના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે નવરાત્રી અને દિવાળીથી રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ જશે. કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. વિપક્ષોનું ગઠબંધન પણ થઈ ગયું છે ત્યારે હવે સત્તાધારી પક્ષ પણ લોકસભાની ચૂંટણી પહેલા મહત્વના પ્રોજેકટનું લોકાર્પણ, ખાત મુહૂર્ત અને પ્રજાલક્ષી જાહેરાત સાથે યોજના અને કેમ્પોનું આયોજન કરશે.

આરોગ્ય કેમ્પનું આયોજનઃ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં ગુજરાતના 14,000થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યમાં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવશે.

રાજ્યમાં આયુષનો પ્રચાર યોગની સાથે સાથે દેશમાં અને દુનિયામાં થયો છે જેને વિશ્વે સ્વીકાર્યો છે. દરેક દેશોની પોતાની પારંપરિક ચિકિત્સા પદ્ધતિ હોય છે આપણા દેશમાં પણ આપણી અતિ પ્રાચીન સંસ્કૃતિ ચાર વેદની સાથે પાંચમો આયુર્વેદનું એટલું જ મહત્વ વધી રહ્યું છે. જ્યારે આધુનિક મેડિકલ વિજ્ઞાન અસ્તિત્વમાં ન હતું ત્યારે પણ આપણા દેશમાં ચિકિત્સા પદ્ધતિ અમલી હતી અને ગુજરાતના ખોળે ઉછળેલા વૃક્ષો અને છોડો માંથી અનેક વિવિધ ઔષધીઓ કેન્સર સુધીના રોગો માટે ઉપયોગમાં હતી. આપણા પ્રાચીન વૈદ્યોએ અનેકવિધ આયુર્વેદના આધારે ચિકિત્સા પદ્ધતિ અને દવાઓનું ભારતમાં વિતરણ કરતા હતા...ઋષિકેશ પટેલે(ઋષિકેશ પટેલ, આરોગ્ય પ્રધાન)

આરોગ્યની જાળવણી એ સરકાર દ્વારા કરવામાં આવતી સતત પ્રક્રિયા છે અને ચૂંટણી આવે તે પહેલા કેમ્પો નહીં પરંતુ સતત રીતે આપણે પહેલા દુર્ગમ વિસ્તારોમાં પણ મોબાઈલ બંધ રાખીને ડોક્ટર્સ જઈને કેમ્પો કરતા હતા. આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ કુપોષણમાં ગુજરાત સૌથી ખરાબ પરિસ્થિતિમાં છે, ત્યારેઅત્યાર સુધી આપણે શું કર્યું અને હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ ન હોવો જોઈએ...શક્તિસિંહ ગોહિલ(પ્રમુખ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ)

આરોગ્ય કેમ્પનું આયોજન એ સરકારનું કામ છે, પણ હવે તમામ કાર્યક્રમમાં પક્ષનો પ્રચાર કરવામાં આવે છે, પીએમ મોદીના ફોટો મૂકી દેવામાં આવે છે. જ્યારે હમણાં કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે જેમાં સરકારે ફળવેલી રકમ બીજા વિભાગ કે યોજનામાં વપરાય છે તે ન થવું જોઈએ. આમ નાના માં નાના કાર્યક્રમમાં પ્રચાર થાય છે. પણ આમાં કાઈ ખોટું નથી... દિલીપ ગોહિલ (રાજકીય વિશ્લેષક)

વિધાનસભા મતદાનની માઈક્રો સમીક્ષાઃ ગુજરાત વિધાનસભાના માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને દિલ્હીનું તેંડુ આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સાથે 2 કલાક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ તાત્કાલિક ધોરણે વિધાનસભા સત્ર બાદ ભાજપના 156 ધારાસભ્યોની બેઠક પણ બોલાવવામાં આવી હતી. જેમાં 182 બેઠકોમાં ભાજપ પક્ષને જેટલા પણ મત મળ્યા છે ? બુથ પ્રમાણે કેટલા મત ભાજપને પ્રાપ્ત થયા હતા ? કયા બૂથમાં ભાજપ ખૂબ જ નબળું રહ્યું હતું ? તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ભાજપ ના 156 ધારાસભ્યો ને પોતાના મત વિસ્તારમાં મળેલ મત નું સરવૈયું, કોંગ્રેસને મળેલા મત અને આમ આદમી પાર્ટીને મળેલ મત વિશે રિસર્ચ કારવાની સૂચના પક્ષ દ્વારા ભાજપના ધારાસભ્યોને આપવામાં આવી હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી. લોકસભા ની ચૂંટણીમાં માઈક્રો રિસર્ચ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મત ભાજપમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે બાબતે સૂચના ઉપરી કક્ષાએથી તમામ ધારાસભ્યોને સૂચનાઓ આપવામા આવી હોવાનુ સુત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

  1. Gandhinagar News : સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો સીએચસી સાથે મર્જ થશે, 2027 સુધી પ્રોજેક્શન તૈયાર કરવાની સૂચના
  2. Gandhinagar News : અમરેલીની શાંતાબા હોસ્પિટલને 5 કરોડ રુપિયાનો દંડ, મોતીયા સર્જરીમાં બેદરકારીની સજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.