ગાંધીનગર : આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિચાર્થ કરવાના પ્રયત્નો કરતી ગુજરાત સરકાર એમઓયુ દ્વારા રાજ્યમાં રોકાણ ખેંચી લાવવાની દિશામાં એક ડગલું ભર્યું છે. સરકારે ઉદ્યોગોને આત્મનિર્ભરતા સહાયની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના 2022માં જાહેર કરી હતી. જે હેઠળ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 16 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ 13 માર્ચે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યાં હતાં.
રોજગારીની મોટી તક ઊભી થશે : એમઓયુની જાહેરાતમાં સરકાર દ્વારા જણાવાયું છે કે બહુલક્ષી 16 એમઓયુ દ્વારા ગુજરાતમાં 12703 કરોડનું સંભવિત રોકાણ તેમજ 13880 જેટલી સૂચિત રોજગારીની મોટી તક ઊભી થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઓક્ટોબર 2022માં શરુ થયેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 54852 કરોડના સૂચિત રોકાણોના 20 એમઓયુ થયા છે. આ એમઓયુ થકી 24,700થી વધુ રોજગારી સર્જન થશે તેવી આશા છે.
આ પણ વાંચો Budget Session 2023 : સીએમ હસ્તકના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભગમાં જ આટલી બધી જગ્યાઓ ખાલી
ઉદ્યોગપ્રધાન બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિ : એમઓયુ એસાઇન થવાના અવસરે ઉદ્યોગપ્રધાન બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ 16 એમઓયુ સહિત કુલ 36 એમઓયુ રૂપિયા 67555 કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે 38631 લોકોને રોજગારીની તક ઉપલબ્ધ થશે. આ MoU સાઇનિંગ અવસરે સીએમના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા ઈન્ડેક્સ-બીના એમડી મમતા હીરપરા તથા વરિષ્ઠ અધિકારીઓ રોકાણકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કયા સેક્ટરમાં રોકાણો આવશે : આજે થયેલા એમઓયુમાં કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે. તેમ જ મોટાભાગના ઉદ્યોગો 2024-25 સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે. આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં 5, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં 3-3 પાનોલીમાં 2 તેમ જ ભીમાસર નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગો શરૂ થવાના છે.
આ પણ વાંચો Government MoU: રાજ્યમાં 11 હજાર જેટલી રોજગારીની તકો થશે ઊભી, એક જ દિવસમાં 9852 કરોડના MoU
ઉદ્યોગોને જરૂરી મદદ કરાશે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને ઉદ્યોગોને જરૂરી મદદ સહાય પૂરી પાડવાની દ્રઢતા આ તકે દર્શાવી હતી. બલવંતસિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન ગુજરાતની આ યોજના રાજ્યમાં ઉદ્યોગ રોકાણોને વધુ આકર્ષિત કરશે તેમ જણાવ્યું હતું. આ રોકાણોથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું વિઝન સુદ્રઢ થશે. આ સાતે સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની પણ તક મળશે.