ETV Bharat / state

ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમવાર, 4 શાસ્ત્રીય ગાયકનું એવોર્ડથી થશે સન્માન - offered

ગાંધીનગરઃ રાજ્યનું પાટનગર શિક્ષણની નગરી સાથે-સાથે સાંસ્કૃતિક નગરી તરીકે પણ વિકસી રહ્યું છે. ગાંધીનગરની અનેક સંસ્થાઓ બાળકોનો વિકાસ થાય તે માટે અને સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તે માટે કાર્ય કરી રહે છે ત્યારે, પાટનગરના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 4 શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. મહાત્મા મંદિર ખાતે 7મી જૂનના રોજ કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ પણ પોતાના બેસ્ટ કલેક્શનના હિન્દી મુવીના ગીતો રજૂ કરશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 5, 2019, 10:58 PM IST

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટે કહ્યું કે, ગાંધીનગરમાં 7મી જૂનના રોજ મહાત્મા મંદિર ખાતે રાત્રે 8 વાગ્યા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીતની સાધના કરતા કલાકારોને એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે વર્ષ 2014-15નો પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવોર્ડ પદ્મશ્રી પંડિત અજય ચક્રવતીને એનાયત કરાશે. જ્યારે વર્ષ 2015-16નો એવોર્ડ પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને, જ્યારે 2016- 17નો એવોર્ડ પદ્મશ્રી પંડિત ઉલ્લાસ એન કાસકરને, જ્યારે 2017-18નો એવોર્ડ પદ્મશ્રી શેખર સેનને એનાયત કરવામાં આવશે.

4 શાસ્ત્રીય ગાયકનું એવોર્ડથી થશે સન્માન
આ કાર્યક્રમમાં ગાંધીનગરની જાણીતી સંસ્થા કલ્ચર ફોરમ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવશે. કલ્ચર ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જ્હાએ કહ્યું કે, સાતમી જૂને યોજાનારા કાર્યક્રમમાં ભારતના શિરમોર ગાયકો એક મંચ પરથી શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે. આવો પાટનગરના ઇતિહાસનો પ્રથમ પ્રસંગ બનશે. આ કાર્યક્રમમાં ભારતના જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો પણ રજૂ કરશે. આ કાર્યક્રમને માણવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે.

Intro:હેડિંગ) પાટનગરના ઈતિહાસમાં પ્રથમ વખત ચાર શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ અર્પણ કરાશે

ગાંધીનગર, ચશ્માં પહેરેલા કૃષ્ણ કાન્ત જહાં છે

રાજ્યનું પાટનગર શિક્ષણની નગરી સાથે-સાથે સાંસ્કૃતિક નગરી તરીકે પણ વિકસી રહી છે. ગાંધીનગરની અનેક સંસ્થાઓ બાળકોનો વિકાસ થાય તે માટે અને સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તે માટે કાર્ય કરી રહે છે. ત્યારે પાટનગરના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 4 શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. મહાત્મા મંદિર ખાતે સાતમી જૂનના રોજ કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ પણ પોતાના બેસ્ટ કલેક્શનના હિન્દી મુવી ના ગીતો રજૂ કરશે

Body:ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટે કહ્યું ગાંધીનગરમાં 7મી જૂન ના રોજ મહાત્મા મંદિર ખાતે રાત્રે 8 વાગ્યા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીતની સાધના કરતા કલાકારોને એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે વર્ષ 2014 15 નો પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવોર્ડ પદ્મશ્રી પંડિત અજય ચક્રવતીને એનાયત કરાશે, જ્યારે વર્ષ 2015-16નો એવોર્ડ પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને, જ્યારે 2016- 17નો એવોર્ડ પદ્મશ્રી પંડિત ઉલ્લાસ એન કાસકરને, જ્યારે 2017-18નો એવોર્ડ પદ્મશ્રી શેખર સેનને એનાયત કરવામાં આવશે.

Conclusion:કાર્યક્રમમાં ગાંધીનગરની જાણીતી સંસ્થા કલ્ચર ફોરમ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવશે. કલ્ચર ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ કહ્યું કે, સાતમી જૂને યોજાનારા કાર્યક્રમમાં ભારતના શિરમોર ગાયકો એક મંચ પરથી શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે, તે પાટનગરના ઇતિહાસનો પ્રથમ પ્રસંગ બનશે. આ કાર્યક્રમમાં ભારતના જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો પણ રજૂ કરશે. કાર્યક્રમને માણવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.