ETV Bharat / state

બેંકમાં લોન નહી મળતા યુુવક ATM પર ચોરી કરવા પહોચ્યો

ગાંધીનગર: શહેરમાં આવેલા પેથાપુરમાં બેન્કના ATM તોડતા યુવકને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. ગાંધીનગરના આદીવાડા વિસ્તારમાં રહેતો યુવક સ્વમાનભેર જીવન જીવવા માટે બેંકમાં લોન લેવા ગયો હતો. ત્રણ-ચાર બેંકમાં લોન માટેના ધક્કા ખાઈને યુવક કંટાળતા આખરે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે આ યુવક દ્વારા બેંકનું ATM તોડવા જતા રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો.

ATM THEFT
author img

By

Published : Mar 20, 2019, 5:59 PM IST

પેથાપુર પોલીસ સ્ટેશનના PSI આરતી અનુરકરે કહ્યું કે, મંગળવારના રોજ રાત્રીનાં પેથાપુર ચોકડી પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં એક શખ્સ દ્વારા માથે હેલ્મેટ પહેરીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ATMમાં પ્રવેશ કરીને તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ATMમાં રહેલું સાયરન વાગતા દિલ્હીમાં રહેલી બેંકના કંટ્રોલમાં રૂમમાં ATM તોડવાનો પ્રયાસ કરવાની ખબર પડી હતી. ત્યાર, બાદ તેમના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા આ યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો. યુવક પાસેથી પાના પક્કડ પણ મળી આવ્યા હતા.

જુઓ વિડીયો

ATM તોડવા આવેલા શખ્સ પાસેથી જાણવા મળ્યું હતું કે, આ અંધ યુવકનું નામ રોશનબિહારનો રહેવાસી છે. યુવક દ્વારા કેટલીક બેંકોમાં લોન મેળવવા માટે પણ ગયો હતો. પરંતુ બેંક દ્વારા તેને લોન આપવાનો સાફ ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેને ચોરી કરવા માટેપગલું ભર્યુ હતું. આ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:હેડિંગ) બેન્કોએ લોન નહીં આપતા યુવકે બેંકના એટીએમ તોડવાનો રસ્તો અપનાવ્યો

ગાંધીનગર,

ગાંધીનગર પાસે આવેલા પેથાપુરમાં એક બેન્કના એટીએમ તોડતા યુવકને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. મૂળ બિહારનો અને હાલમાં ગાંધીનગરના આદીવાડા વિસ્તારમાં રહેતો યુવક સ્વમાનભેર જીવન જીવવા માટે બેંક પાસે લોન માગવા ગયો હતો. ત્રણથી ચાર બેંકમાં લોન માટેના ધક્કા ખાઈ ખાઈને યુવક કંટાળતા આખરે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. આ યુવક દ્વારા બેંકનું એટીએમ તોડવા જતા રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. પેથાપુર પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Body:પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આરતી અનુરકરે કહ્યું કે, ગત 18થી 19 માર્ચ સુધીના સમયગાળામાં રાત્રે પેથાપુર ચોકડી પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવેલું છે. જ્યાં એક શખ્સ દ્વારા માથે હેલ્મેટ પહેરીને અંદર પ્રવેશ કરવામાં આવે છે એટીએમ માં પ્રવેશ કરીને તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એટીએમમાં રહેલું સાયરન વાગતા દિલ્હીમાં રહેલી બેંકના કંટ્રોલમાં રૂમમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરવાની ખબર પડી હતી. ત્યારબાદ તેમના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા આ યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો. યુવક પાસેથી પાના પક્કડ પણ મળી આવ્યા હતા.

Conclusion:એટીએમ તોડવા આવેલા શખ્સ પાસેથી જાણવા મળ્યું હતું કે ગાંધીનગરના મીના બજારમાંથી તેને પાના પક્કડ ખરીદ્યા હતા મૂળ એક આંખેથી અંધ યુવકનું નામ રોશન કુમાર શ્રવણ મહંત બેરુઇ બિહારનો રહેવાસી છે. પોલીસે કહ્યું કે યુવક દ્વારા કેટલીક બેંકોમાં લોન મેળવવા માટે પણ ગયો હતો. પરંતુ બેંક દ્વારા તેને લોન આપવાનો સાફ ઇનકાર કરવામાં આવ્યો હતો. હાલ ગાંધીનગર માં આવેલી ખાનગી કંપનીમાં કામગીરી કરતો હતો. ઉલ્લેખનીય છે કે એક યુવકને સ્વમાનભેર જીવન જીવવા માટે લોન નહીં મળતા આખરે તેને બેંકોના એટીએમ તોડવાનો નિર્ણય કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બેંકોની કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થઈ જાય છે. ત્યારે સામાન્ય લોકોને લોન નહીં મળતા આખરે ચોરીનો રસ્તો અપનાવવો પડે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.