ગાંધીનગર : શહેર અને જિલ્લાએ કોરોના વાઈરસ કેસમાં 500 સપાટી વટાવી દીધી છે, અને બે ચાર દિવસમાં 600 આંકડો વટાવી દેશે તેવું જોવા મળી રહ્યું છે. મોટાભાગના દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અમદાવાદથી પણ સારવાર મેળવવા આવે છે. જ્યારે તંત્ર દ્વારા પણ ગાંધીનગર રીફર કરવામાં આવતા હોય તેવા દાખલા સામે આવ્યા છે. તેવા સમયે ગાંધીનગરમાં કોરોના વાઈરસના કેસ વધશે તેમાં બેમત નથી. આવા કપરા સમયે સિવિલ તંત્ર સંભાળતા સત્તાધીશોની મતી મરી ગઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક તરીકે ફરજ બજાવતા તબીબને કોવિડની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. તે ઉપરાંત સિવિલમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રેડીયોલોજીસ્ટની જગ્યા ખાલી છે. તેને આવા કપરા કાળમાં પણ ભરવાનું સરકારમાં બેઠેલા સત્તાધીશોને સુઝતું નથી. ત્યારે આ જગ્યા ઉપર જ્યા પ્રોફેસરની જરૂર હોય ત્યાં એસોસિયેટ પ્રોફેસરને વધારાની જવાબદારી આપી છે. કોવિડની કામગીરી કરતા હોવા છતાં રેડીયોલોજીસ્ટની જવાબદારી આપવામાં આવતા તે સારવાર મેળવવા આવતા દર્દીઓની હાલત શું થઈ શકે તે આપણે વિચારી શકીએ છીએ.
