ગાંધીનગરઃ કાળ બનેલા કોરોના સામે લડવા માટેની સતર્કતા દાખવતા ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. 16 થી 29 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમા હૉલ સહિત અનેક સંસ્થાઓ બંધ રાખાવા જણાવ્યું છે. પરંતુ બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, લોકહિતને ધ્યાનમાં રાખીને રાજ્યસરકારે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. જેમાં ભારતમાં પગપેસારો કરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. શાળા-કૉલેજોને બંધ કરવાનો નિર્યણ લેવાયો છે. સાથે લોકોને સ્વાસ્થ્ય અંગે જાગ્રત રહેવાની સૂચના આપવામાં આવી છે.
-
Gujarat Chief Secretary Anil Mukim: A fine of Rs 500 fine will be imposed on anyone who will be caught spitting in public places. #coronavirus pic.twitter.com/OclAd1LVgQ
— ANI (@ANI) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat Chief Secretary Anil Mukim: A fine of Rs 500 fine will be imposed on anyone who will be caught spitting in public places. #coronavirus pic.twitter.com/OclAd1LVgQ
— ANI (@ANI) March 15, 2020Gujarat Chief Secretary Anil Mukim: A fine of Rs 500 fine will be imposed on anyone who will be caught spitting in public places. #coronavirus pic.twitter.com/OclAd1LVgQ
— ANI (@ANI) March 15, 2020
આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન સહિત શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે રાજ્યના અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે આ પરીક્ષા અંગે શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું હતું કે, "30 તારીખ બાદ જ શાળા-કોલેજોમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પરંતુ ક્યારે લેવાશે તે અંગે તારીખ જાહેર કરાઈ નથી."
-
Gujarat Chief Secretary Anil Mukim: All the cinema halls and swimming pools in the state will also remain closed from 16th to 29th March. #coronavirus https://t.co/5BNxBCS0kz
— ANI (@ANI) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat Chief Secretary Anil Mukim: All the cinema halls and swimming pools in the state will also remain closed from 16th to 29th March. #coronavirus https://t.co/5BNxBCS0kz
— ANI (@ANI) March 15, 2020Gujarat Chief Secretary Anil Mukim: All the cinema halls and swimming pools in the state will also remain closed from 16th to 29th March. #coronavirus https://t.co/5BNxBCS0kz
— ANI (@ANI) March 15, 2020