આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક હોવાથી રાજ્યના તમામ પ્રધાનો અને તમામ અગ્ર સચિવની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આજની કેબિનેટ બેઠક બાદ રાજ્યના કેબિનેટ વાહનવ્યવહાર અને કૃષિપ્રધાન આર.સી. ફળદુ પત્રકાર પરિષદ યોજીને સ્વર્ણિમ સંકુલ 1 માં બીજા માળે આવેલ ઓફિસમાં ગયા હતા. જ્યાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી. જેને લઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટરે સ્વર્ણિમ સંકુલ પહોંચીને બ્લડ પ્રેસર ચેક કર્યું હતું, ત્યારબાદ પ્રાથમિક તપાસના અંતે સતત પ્રવાસ અને વર્કલોડને કારણે આરામ થયો ન હતો જેથી વાઇરલ ફીવરની અસર હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને નવસારીના સતત પ્રવાસમાં હોવાને કારણે તબીયત લથડી હતી. આમ, ડૉક્ટરે કૃષિપ્રધાનને આરામ કરવાની સલાહ આપી હતી, ત્યારબાદ ફળદુ મંત્રી આવાસ ખાતે જઈને આરામ કરવા નીકળી ગયા હતા.