ETV Bharat / state

વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે AAPનો અવાજ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

વિધાનસભામાં ગૃહમાં (Gujarat Assembly House) પ્રથમ દિવસે AAPના ડેડીયાપાડાના ધારાસભ્યએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ડેડીયાપાડાના (Chaitar Vasava attacked govt) ધારાસભ્યએ કહ્યુ હતું કે, રાજ્ય સરકાર શિક્ષણની વાત કરે છે. અમારા વિસ્તારમાં 26 એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે. આ ઉપરાંત પાણી, સારવાર જેવા મુદ્દાને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. (Aam Aadmi Party)

વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે AAPનો અવાજ, સરકાર પર કર્યા આકરા પ્રહાર
વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે AAPનો અવાજ, સરકાર પર કર્યા આકરા પ્રહાર
author img

By

Published : Dec 20, 2022, 8:23 PM IST

ગાંધીનગર : વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન (Gujarat Assembly House) પર બોલવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગૃહમાં પ્રથમ દિવસે જ બોલવાનો મોકો મળ્યો હતો. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ચૈતર વસાવાને 3 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. (Chaitar Vasava attacked govt)

પહેલા આભાર માન્યો, પછી કર્યો પ્રહાર ચૈતર વસાવાએ અધ્યક્ષ શંકર ચૌધરીને આભાર માનતા કહ્યું કે, દેશને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તેમ છતાં આદિવાસી વિસ્તાર હજી વિકાસથી વંચિત છે. મારા આદિવાસી વિસ્તાર ડેડીયાપાડામાં 1985માં એક્સ રે મશીન આવ્યું હતું. ત્યારબાદ અમારા વિસ્તારની એક પણ સરકારી હોસ્પિટલમાં એક્સ રે મશીન આવ્યું નથી. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટેની કોઈ વ્યવસ્થા નથી. મહિલાઓને પ્રસુતિ સમયે દૂર શહેરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી પડે છે. (Aam Aadmi Party)

આ પણ વાંચો નાણાપ્રધાન કનુ દેસાઈનું વાપીમાં સ્વાગત, 2024ની તૈયારી કરવાનું નાણાપ્રધાને કર્યું આહવાન

શાળામાં શિક્ષકો જ નહીં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ વધુમાં ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણની વાત કરે છે. અમારા વિસ્તારમાં 26 એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે. આ 26 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. શાળાઓમાં શિક્ષકોનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત અસંખ્ય એવી શાળાઓ છે, જ્યાં ઓરડાઓ જર્જરિત થયા છે. બાળકો જર્જરિત ઓરડામાં બેસીને શિક્ષણ મેળવવું પડી રહ્યું છે. (Chaitar Vasava attacked govt in Gujarat Assembly)

આ પણ વાંચો કર્ણાટક વિધાનસભા ચૂંટણી: જનતા દળ (સેક્યુલર) એ 93 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

400 કરોડના કામ પણ પીવાનું પાણી નહીં ગૃહમાં ચૈત્ર વસાવાએ વધુમાં (Chaitar Vasava in Assembly House) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નલ સે જળ યોજનાની વાતો કરે છે. અમારા વિસ્તારમાં 400 કરોડના કામો થયા છે. આ યોજના હેઠળ નળ આવી ગયા પણ હજી પાણી આવ્યા નથી. અમારા વિસ્તારમાં મોટા ડેમ બનવવામાં આવ્યા છે. જેના કારણે અનેક ગામો વિસ્થાપિત થયા છે. નર્મદા ડેમની વાહ વાહી સરકાર લે છે પણ નર્મદાની બે કિલોમીટરના અંતરે આવેલા ગામોને નર્મદાનું પાણી મળતું નથી. સરકાર કચ્છ સુધી નર્મદાના પાણી પહોંચાડયાની વાત કરે છે. તો આદિવાસી ગામોને નર્મદાના પાણીથી કેમ વંચિત રાખવામાં આવ્યા હોવાના સરકારને પ્રશ્ન કર્યા હતા. (Aam Aadmi Party MLA Dedyapada)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.