ગાંધીનગરઃ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને ગાંધીનગર શહેરના સેક્ટર 4માં રહેતા કિર્તીસિંહ રાઠોડ મંગળવાર રાત્રે ચિલોડા તરફ પોતાનું એક્ટિવા લઇ જઈ રહ્યા હતા.
આ દરમિયાન ચિલોડા તરફથી આવી રહેલી આઈસર ટ્રકે મારતા ઘટનાસ્થળે જ એક્ટિવા ચાલક પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સેક્ટર-21 પોલીસ સ્ટેશને કરતા કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.