ETV Bharat / state

Karnataka Assembly Elections : કર્ણાટકની ચૂંટણી માટે ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી મહત્વની જવાબદારી - karnatak assembly

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ,જેમાં 10 મે ના રોજ 224 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે અને 13 મે ના રોજ મત ગણતરી થશે. ગુજરાતના ભાજપના નેતાઓને કર્ણાટકમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

Karnataka Assembly Elections : કર્ણાટકની ચૂંટણી માટે ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી મહત્વની જવાબદારી

author img

By

Published : Apr 15, 2023, 3:34 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે વિરોધ હોવા છતાં પણ ચૂંટણીનું પરિણામ માં ભાજપને 156 બેઠક પ્રાપ્ત થઈ છે. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે જેમાં 10 મે ના રોજ 224 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે અને 13 મે ના રોજ મત ગણતરી થશે. ગુજરાતના ભાજપના 47 નેતાઓને કર્ણાટકમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

અલગ અલગ રાજયના નેતાઓને જવાબદારી સોંપી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુ.પી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્યપ્રદેશના ભાજપના નેતાઓ વિધાનસભા પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે ગુજરાત પેટર્ન પર જ કર્ણાટકની ચૂંટણીમાં અનેક રાજ્યના ભાજપના દિગજ્જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના મુખ્ય હેડક્વાર્ટર કમલમથી મળતી માહિતી મુજબ હાલમાં 10 ધારાસભ્યો અને નેતાઓ કર્ણાટક મોકલવામાં આવ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં વધુ 30 નેતાઓ મોકલવામાં આવશે.

ગુજરાતના ક્યાં નેતાઓ કર્ણાટક જવા રવાના થયા

  1. રત્નાકારજી ગુજરાત પ્રભારી
  2. બળવંતસિંહ રાજપૂત કેબીનેટ પ્રધાન
  3. જગદીશ પંચાલ રાજયકક્ષાના પ્રધાન
  4. પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય
  5. ગણપત વસાવા ધારાસભ્ય
  6. રત્નાકરજી ગુજરાત પ્રભારી
  7. યગ્નેશ દવે મીડિયા પ્રવક્તા
  8. સંજય કોરડીયા ધારાસભ્ય
  9. કૌશિક વેકરિયા ધારાસભ્ય
  10. પ્રવીણ માળી ધારાસભ્ય

અંતિમ સમયે CM ભુપેન્દ્ર પટેલ કરશે પ્રચાર : ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે અન્ય રાજયના મુખ્યપ્રધાનો ભાજપને સપોર્ટ કરવા અને ભાજપના પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાતમાં ધામા નાખ્યા હતા તેવી જ રીતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રચાર પ્રસાર અર્થે કર્ણાટકનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ગુજરાતના જૈન, પટેલ, બ્રાહ્મણ સહિતના અલગ અલગ 50 જેટલા સમાજો દબદબો છે, જ્યારે બેંગ્લોર, ઉબલીધારમાં અને મેનગ્લોરમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ તમામ લોકોના મત ભાજપ તરફી કરવા માટે ભાજપનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : હવે ભાજપનું મિશન લોકસભા, મુખ્યપ્રધાનની હાજરીમાં કેશોદમાં સંકલન બેઠક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતીનો ફાળો : કર્ણાટક વિધાનસભામાં ગુજરાતીઓની વાત કરવામાં આવે તો ફક્ત બેંગ્લોર એટલે કે આઈ.ટી. સિટીમાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓનો દબદબો છે, જ્યારે કર્ણાટકની 6 કરોડની વસ્તીમાં 2 કરોડની વસ્તી બેંગ્લોરમાં વસવાટ કરે છે. ગુજરાતીઓના અલગ અલગ 50 જેટલા સમાજ પણ કર્ણાટકમાં વસવાટ કરે છે. ત્યારે ગુજરાતના નેતાઓને ગુજરાતીઓના મત ભાજપમાં મળે તે રીતનું આયોજન સાથે 47 જેટલા નેત્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : Surat AAP: આપ કા ક્યા હોગા? કુલ 26માંથી 10 કોર્પોરેટરે ભાજપમાં જોડાઈ ગયા

47 ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટકમાં : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપ નેતાઓને જવાબદારી બાબતે સંગઠનપ્રધાન પ્રદીપસિંહ વાઘેલાએ ETV Bharat સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, જેમ અલગ અલગ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે ભાજપ પક્ષ પોતાના કાર્યકર્તાઓને જે તે રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે મોકલતા હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના ભાજપના કાર્યકર્તાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર અર્થે આવ્યા હતા .તેમ અત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના 47 કાર્યકર્તાઓ અને નેતાઓ કર્ણાટકના અલગ અલગ વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં એક કાર્યકર્તાને એક વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ બુથ મેનેજમેન્ટના કામ માટે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાર્ટીને હાર ગુજરાતના નેતાઓને કર્ણાટકમાં મોકલ્યા છે. જેમાં 17 જેટલા ધારાસભ્યો બે રાજ્ય સરકારના પ્રધાનો પ્રદેશ કાર્યાલયના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.