ETV Bharat / state

કોરોના કાળમાં રાજ્યમાં 37 ટકા વિદેશી રોકાણ આવ્યું : મુખ્યપ્રધાન રૂપાણી - Chief Minister Rupani

ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2020-21માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી 37 ટકા FDI મેળવી સતત ચોથા વર્ષે સમગ્ર દેશના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સૌથી વધું FDI મેળવવાની આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી
author img

By

Published : May 24, 2021, 10:26 PM IST

  • ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે
  • ગુજરાત નાણાકિય વર્ષ 2020-21માં 37 ટકા વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર
  • સમગ્ર દેશમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો 78 ટકા હિસ્સો એકલા ગુજરાતમાં
  • દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ 81.72 બિલિયન અમેરિકી ડોલરનું FDI આવ્યું

ગાંધીનગર : ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2020-21માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી 37 ટકા FDI મેળવી સતત ચોથા વર્ષે સમગ્ર દેશના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સૌથી વધું FDI મેળવવાની આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો - ભારતને 10 મહિનામાં મળ્યું 72 બિલિયન ડોલરનું FDI

હાર્ડવેર સોફ્ટવેરમાં 94 ટકા રોકાણ આવ્યું

આ નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં 94 ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ 78 ટકા છે, આ ક્ષેત્રે આવેલા FDIમાં ગુજરાત પછીના ક્રમે રહેલા રાજ્યોમાં કર્ણાટક માત્ર 9 ટકા અને દિલ્હી 5 ટકા FDI હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો - બજેટ 2021-22: વિમા ક્ષેત્રમાં FDI વધીને 74 ટકા થઈ

ગુજરાત FDIમાં ટોપ પર

નાણાકિય વર્ષ 2020-21માં 37 ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રિમ છે, ત્યારબાદના ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં 27 ટકા અને કર્ણાટક 13 ટકા વિદેશી રોકાણ આવ્યું છે. એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર કરતા 10 ટકા અને કર્ણાટક કરતા 24 ટકા વધું વિદેશી મુડી રોકાણ સાથે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ટ્રાન્સપેરેન્ટ પોલિસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.

આ પણ વાંચો - નાણાંપ્રધાને રક્ષા ઉત્પાદન FDIમાં વધારો જાહેર કર્યો, હથિયારોના કેટલાક આયાત પર પ્રતિબંધ

ઇઝ ઓફ ડૂઈંગનો વ્યાપ વધ્યો

મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે. ઇન્ડસ્ટ્રી પોલિસી 2.0માં ઊદ્યોગોને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે. કોરોના સંક્રમણના આ કપરા વર્ષો દરમિયાન પણ રાજ્યમાં આવેલા FDIમાં માતબર વધારો થયો છે.

આ પણ વાંચો - આર્થિક પેકેજ-4માં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો સંરક્ષણમાં FDI? જૂઓ વીડિયો

81.72 બિલિયન અમેરિકી રોકાણ

ભારતમાં 2019-20ના વર્ષના 74.39 બિલિયન અમેરીકી ડોલર FDIની તુલનાએ 10 ટકા વધું 2020-21 દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ 81.72 બિલિયન અમેરિકી ડોલરનું FDI રોકાણ આવ્યું છે, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જારી કરતા એક યાદીમાં જણાવ્યું છે કે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં અસરકારક નીતિ સુધારણા, રોકાણની સુવિધા તેમજ સરળ વ્યવસાયિક નીતિઓને કારણે તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓના પરિણામે દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે. આવા વિવિધ પગલાઓને કારણે ભારત વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.