જિલ્લાઓમાં પડતી તકલીફોનો ઝડપી ઉકેલ લાવવાં માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવે છે. જેથી તમામ લોકો જિલ્લા પ્રભારીને સીધી ફરિયાદ કરી શકે. જ્યારે પહેલા જિલ્લા પ્રભારીઓ પાસે 2 કે તેથી વધુ જિલ્લાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પરંતુ હમણાં જાન્યુઆરી મહિનામાં બીજા 3 પ્રધાનો મંત્રી મંડળમાં સમાવેશ થતા તેઓને રાજ્ય સરકારે વધારાની જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તો આ સાથે જ પ્રધાનો પાસે 2 કે, તેથી વધુ જિલ્લાઓ હતા. તેમની પાસેથી વધારાના જિલ્લા લઈને અન્ય પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે.
સોમવારે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રભારીઓ ની યાદી બહાર પાડવામાં હતી તેમાં.
- આર. સી. ફળદુ અમદાવાદ
- જવાહર ચાવડાને પોરબંદર, દેવભૂમિ દ્વારકા.
- ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી
- ઇશ્વરસિંહ પટેલ સાબરકાંઠા
- વિભાવરીબેન દવે બોટાદ અને મહેસાણા
- કૌશિક પટેલ સુરત અને ગાંધીનગર
- યોગેશ પટેલ તાપી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
આમ રાજ્ય સરકારનું કામ ઝડપી બને અને સમસ્યાઓનેના ત્વરિત નિકાલ રીતે થાય તે રીતનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવનારા નગર પાલિકાની ચૂંટણીમાં પણ આ જિલ્લા પ્રભારીઓ ખાસ ટાસ્ક આપવામાં આવશે.