ETV Bharat / state

રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ...! 2 વર્ષમાં 254 કરોડનો દારૂ ઝડપાયો

author img

By

Published : Jul 11, 2019, 6:39 PM IST

ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી ફક્ત નામની હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા તાપસ કરવામાં આવે છે તેમ છતા રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે.

ફાઈલ ફોટો

છેલ્લા બે વર્ષની વાત કરીએ તો રાજ્યમાં 2 વર્ષમાં 1.32 લાખથી વધુ દેશી દારૂ પકડાવાના કેસો પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં 29,989 કેસો વિદેશી દારૂ પકડવાના સામે આવ્યા છે. જ્યારે રોજના સરેરાશ 222 દારૂ પકડાવાના બનાવો સામે આવ્યા છે. દારૂમાં સુરત શહેર મોખરે રહ્યું છે. સમગ્ર રાજ્યમાં દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં બન્યા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19,689 બનાવો અને અમદાવાદમાં 2 વર્ષમાં કુલ 12,428 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

જ્યારે રાજ્યમાં વિદેશી અને દેશી દારૂની વાત કરીએ તો રૂપિયા 254 કરોડની કીંમતનો દેશી-વિદેશી દારૂ અને બિયર ઝપ્ત કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 25.52 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 18.72 કરોડ રૂપિયા, ગાંધીનગરમાં 10.54 કરોડનો, વલસાડમાં 24.92 કરોડનો, વડોદરા 18.64, સુરત 16.47 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રોજનો રૂપિયા 34.90 લાખનો દારૂ અને બિયર પકડાય છે.

જ્યારે રાજ્ય સરકારે વિદેશી મહેમાને તકલીફ ન પડે અને વિદેશી ટુરિસ્ટોને સવલત મળે તે માટે અમદાવાદ-ગાંધીનગરમાં 20 હોટેલને રાજ્ય સરકારે દારૂ વેચવાનો પરવાનો આપ્યો છે. જેનાથી રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઈ છે.

Intro:નોંધ : દારૂ ની બોટલ ના ફોટો મુકવા...

હેડિંગ : રાજ્યમાં 2 વર્ષમાં 254 કરોડનો દારૂ ઝડપાયો, પરવાનો આપીને રાજ્ય સરકારે 13.46 કરોડની આવક કરી...

ગાંધીના ગુજરાત માં દારૂબંધી છે. પણ દારૂબંધી ફક્ત નામની હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના કાવા દાવા કરવામાં આવે છે. પોલીસ દ્વારા તાપસ કરવામાં આવે છે તેમ છતાં પણ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા વિધાનસભામાં આવ્યા સામે છે. Body:છેલ્લા બે વર્ષ ની વાત કરીએ તો રાજ્યમાં 2 વર્ષમાં 1.32 લાખ થી વધુ દેશી દારૂ પકડાવાના કેસો પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં 29989 કેસો વિદેશી દારૂ પકડવાના સામે આવ્યા છે. જ્યારે રોજના સરેરાશ 222 દારૂ પકડાવાના બનાવો સામે આવ્યા.. આમ દારૂમાં સુરત શહેર મોખરે રહ્યું છે. સમગ્ર રાજ્યમાં દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19689 બનાવો અને અમદાવાદ માં 2 વર્ષમાં કુલ 12428 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

જ્યારે રાજ્યમાં વિદેશી અને દેશી દારૂ ની વાત કરીએ તો રૂપિયા ૨૫૪ કરોડ દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં ૨૫.૫૨ કરોડનો દારૂ પકડાયો છે. અમદાવાદમાં ૧૮.૭૨ કરોડ રૂપિયા, ગાંધીનગરમાં ૧૦.૫૪ કરોડનો, વલસાડમાં ૨૪.૯૨ કરોડનો, વડોદરા ૧૮.૬૪, સુરત ૧૬.૪૭ કરોડનો દારૂ પકડાયો છે. ગુજરાતમાં રોજનો રૂપિયા ૩૪.૯૦ લાખ નો દારૂ અને બિયર પકડાય છે..Conclusion:જ્યારે રાજ્ય સરકારે વિદેશી મહેમાન ને તકલીફ ન પડે અને વિદેશી ટુરિસ્ટોને સવલત મળે તે માટે અમદાવાદ-ગાંધીનગર માં 20 હોટેલને રાજ્ય સરકારે દારૂ વેચવાનો પરવાનો આપ્યો જેનાથી રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઈ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.