ગાંધીનગર: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેકટર-6 ખાતે રહેતા 68 વર્ષીય નિવૃત્ત અધિકારી કોરોનામાં સપડાયા છે. સેક્ટર-13માં રહેતા અને સેક્ટર-11 પ્રાઈવેટ ફાઈનાન્સ બિઝનેસ ધરાવતા 49 વર્ષીય પુરુષ પણ કોરોનામા સપડાયા છે. આ બંને દર્દીને આશ્કા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સેક્ટર-27માં રહેતી 30 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતાં તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
ડીસામાં બિઝનેસ ધરાવતા સેક્ટર-6ના 53 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેક્ટર-26માં રહેતાં 70 વર્ષીય વૃદ્ધાને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સેક્ટર-22ના 66 વર્ષીય વૃદ્ધા અને સેક્ટર-24ના 45 વર્ષીય દુકાનદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. સેક્ટર-7માં રહેતા અને મેડિકલ કોલેજમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા 22 વર્ષીય યુવક તથા સેક્ટર-25માં રહેતા 67 વર્ષીય નિવૃત્ત શિક્ષક કોરોનામાં સપડાયા છે. આ તકે બંનેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. ગુરુવારે વધુ 9 દર્દી નોંધાતા પાટનગરમાં કુલ કોરોનાગ્રસ્ત વ્યક્તિની સંખ્યા 541 થઈ છે.
ગાંધીનગર તાલુકામાં 12 વ્યક્તિ સંક્રમિત થયા છે. તેમાં ભાઇજીપુરામાં 83 વર્ષના વૃધ્ધ સંક્રમિત થયા છે. વાવોલમાં 7 વર્ષનો બાળક અને બીજો કેસ 21 વર્ષના યુવાનનો નોંધાયો છે. વાસણા હડમતિયા ગામમાં 54 વર્ષનો પુરૂષ, રાંધેજામાં 60 વર્ષની સ્ત્રી, કુડાસણમાં 4 દર્દી નોંધાયા છે. જેમા 51 અને 33 વર્ષની બે સ્ત્રી, 71 અને 58 વર્ષના બે પુરૂષ દર્દી, પેથાપુરમાં 37 વર્ષનો યુવાન, ઉનાવામાં 60 વર્ષની સ્ત્રી તેમજ સરગાસણમાં 29 વર્ષના યુવાનનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે.
જિલ્લાના માણસામાં 53 વર્ષની મહિલા અને પુંધરા ગામમાં 24 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમિત થતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ કલોલ તાલુકામાં બોરીસણામાં 43 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ 1682 કેસ અને 58 મોત, જ્યારે પાટનગરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 541 કેસ નોંધાયા છે, જેમાંથી 107 જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે.
મેડિકલ કોલેજના લેબ ટેકનિશિયન, સેક્ટર-24ના દુકાનદાર સહિત જિલ્લામાં 25 કોરોનાગ્રસ્ત - corona
મેડિકલ કોલેજમા લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા યુવક અને સેક્ટર-24ના દુકાનદાર સહિત ગુરુવારે વધુ 9 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. ગાંધીનગર તાલુકામાં 12 કેસ સાથે જિલ્લાના ગ્રામ્યમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.