ETV Bharat / state

ગાંધીનગરમાં પાણીના પ્રવાહની જેમ આગળ વધતો કોરોના, એક દિવસમાં 15 કેસ નોંધાયા

રાજ્યનું પાટનગર કોરોના વાઇરસના આંકડામાં ચોથા નંબર પર જોવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા બાદ ગાંધીનગરનો નંબર આવે છે. છેલ્લા ચાર દિવસથી શહેર અને જિલ્લામાં બે આંકડામાં કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 કેસ સામે આવ્યા છે. જેને લઇને ગાંધીનગરવાસીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

એક દિવસમાં 15 કેસ નોંધાયા
એક દિવસમાં 15 કેસ નોંધાયા
author img

By

Published : Jun 3, 2020, 12:24 AM IST

ગાંધીનગર : શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. જેમાં સેકટર 19માં નવું ખાતું ખૂલ્યું છે. 31 વર્ષીય યુવક પોતાના દાદાની ખબર અંતર પુછવા સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો. જ્યારે સેક્ટર 16માં 56 વર્ષીય મહિલા પોઝીટીવ આવી છે, તેમનો પુત્ર અમદાવાદ કલેકટર કચેરીમાં ફરજ બજાવે છે. સેક્ટર 3Aમાં રહેતી 28 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ નર્સ તરીકે ફરજ બજાવે છે જે પોઝિટિવ આવી છે. જ્યારે સેક્ટર 26 કિસાનનગરમા રહેતું દંપતિ 36 વર્ષીય પુરુષ અને 34 વર્ષીય મહિલા અમદાવાદમાં ખાનગી ડોક્ટરને ત્યાં સારવાર મેળવવા માટે ગયા હતા જ્યાં પોઝીટીવ સામે આવ્યા હતા.

જો તાલુકાની વાત કરવામાં આવે તો બે કેસ સામે આવ્યા છે, જેમાં પેથાપુરમાં રહેતી 31 વર્ષીય મહિલા અને પ્રાંતિયા ગામમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધા પોઝીટીવ આવ્યા છે. જે ડાયાબિટીસ અને બીપીની સારવાર માટે ગાંધીનગરના ખાનગી તબિબને ત્યાં આવ્યા હતા.

કલોલ શહેર અને તાલુકો વુહાન બની રહ્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે. મહેન્દ્ર મીલની ચાલીમાં 60 વર્ષીય સાસુ અને 36 વર્ષીય વહુ, કુંભારવાસમાં 42 વર્ષીય મહિલા અને 75 વર્ષીય વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા છે. વૃદ્ધાનો પૂત્ર અગાઉ કોરોના પોઝીટીવ આવ્યો હતો. વડસર ગામમાં 75 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. જે લોખંડના જાળી અને ઝાંપા બનાવવાની દુકાન ધરાવે છે. શ્રી વેંદમમા રહેતો 30 વર્ષિય યુવાન પણ પોઝીટીવ આવ્યો છે.

દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા 70 વર્ષીય વૃદ્ધને અગાઉ ટીબીની બિમારી હતી. હાલમાં ડાયાબિટીશની બિમારી છે. વૃદ્ધા 15 દિવસ અગાઉ ગામના નાયી પાસે વાળ કપાવવા ગયા હતા. વૃદ્ધના પત્નીને હાલમાં ક્વોરન્ટાઇન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.