ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 1326 કેસ નોંધાયા છે. કોરોનાથી 15 દર્દીના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. કોરોના વાઇરસના કુલ 113662 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના વાઇરસના કેસના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 175, અમદાવાદ કોર્પોરેશન 151, રાજકોટ કોર્પોરેશન 99, સુરત 106, વડોદરા કોર્પોરેશન 85, જામનગર કોર્પોરેશન 99, રાજકોટ 52, ભાવનગર કોર્પોરેશન 39, વડોદરા 39, મહેસાણા 32, ભાવનગર 30, પંચમહાલ 30, ગાંધીનગર 29, કચ્છ 28, અમરેલી 25, અમદાવાદ 21, ભરૂચ 21, જામનગર 21, જૂનાગઢ 19, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 18, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 17, જૂનાગઢ કોર્પોરેશન 17, મોરબી 15, ગીર સોમનાથ 14, સાબરકાંઠા 13, ખેડા 11, પાટણ 11, આણંદ 10, નર્મદા 9, મહીસાગર 8, નવસારી 8, તાપી 8, વલસાડ 8, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, પોરબંદર 5, અરવલ્લી 3 અને છોટાઉદેપુરમાં 2 કેસ સામે નોંધાયા છે.
જ્યારે 87 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી 3213 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 33,725 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 175 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 106 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 281 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.