ETV Bharat / state

સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરીને ગાયોને હાંકી જનારા 13 માલધારીઓની ધરપકડ - ગાંધીનગર

ગાંધીનગર : શહેરના મુક્તિધામ પાસે રખડતા પશુઓને પૂરવા માટે ઢોરવાડો બનાવવામાં આવે છે. જ્યાં રખડતી તમામ ગાયોને મહાપાલિકા દ્વારા પૂરવામાં આવે છે. જન્માષ્ટમીની મોડી રાત્રે માલધારીઓનું 25 કરતાં વધુ લોકોનું ટોળું ઢોરવાડામાં પહોંચી અને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. ત્યારબાદ તમામ ઢોરને પાંજરામાંથી ખોલીને લઈ ગયા હતા. પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

etv bharat gandhinagar
author img

By

Published : Aug 26, 2019, 11:49 PM IST

જન્માષ્ટમીની મધ્યરાત્રીએ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને રબારીઓનું ટોળું લઈ ગયું હતું. ત્યારે સેક્ટર 13માં રહેતો શંભુ લલ્લુ દેસાઈ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચ્યો હતો. તેણે સિક્યુરિટી પાસેથી મોબાઇલ પડાવી લીધો હતો.પોલીસે એક જ દિવસમાં 13 માલધારીઓની ધરપકડ કરી હતી.

સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરીને ગાયોને લઈ જનાર 13 માલધારીઓની ધરપકડ

સિક્યુરિટીને મારમારી 185 ગાયોને ભગાડી ગયા બાદ મહાપાલિકા તંત્ર જાગી ગયું છે. ઢોરવાડા કેમ્પસમાં CCTV લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મેયર રીટાબેન પટેલે કર્યું હતું. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રકારના બનાવો પુનરાવર્તન ન થાય તે માટે મહાપાલિકા કામગીરી કરશે.

જન્માષ્ટમીની મધ્યરાત્રીએ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને રબારીઓનું ટોળું લઈ ગયું હતું. ત્યારે સેક્ટર 13માં રહેતો શંભુ લલ્લુ દેસાઈ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચ્યો હતો. તેણે સિક્યુરિટી પાસેથી મોબાઇલ પડાવી લીધો હતો.પોલીસે એક જ દિવસમાં 13 માલધારીઓની ધરપકડ કરી હતી.

સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરીને ગાયોને લઈ જનાર 13 માલધારીઓની ધરપકડ

સિક્યુરિટીને મારમારી 185 ગાયોને ભગાડી ગયા બાદ મહાપાલિકા તંત્ર જાગી ગયું છે. ઢોરવાડા કેમ્પસમાં CCTV લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મેયર રીટાબેન પટેલે કર્યું હતું. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રકારના બનાવો પુનરાવર્તન ન થાય તે માટે મહાપાલિકા કામગીરી કરશે.

Intro:હેડલાઈન) સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરીને ગાયોને ભગાડી જનાર 13 માલધારીઓની ધરપકડ

ગાંધીનગર,

ગાંધીનગર શહેરના મુક્તિધામ પાસે રખડતા પશુઓને પૂરવા માટે ઢોરવાડો બનાવવામાં આવે છે. જ્યાં રખડતી તમામ ગાયોને બેસોને મહાપાલિકા દ્વારા પૂરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીની મોડી રાત્રે માલધારીઓનું 25 કરતાં વધુ લોકોનું ટોળું વધુ લોકોનું ટોળું ઢોરવાડામાં પહોંચી ગયું હતું હતું અને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. ત્યારબાદ તમામ ઢોરને પાંજરામાંથી ખોલીને લઈ ગયા હતા. ત્યારે પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકો હજુ પણ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. બનાવની ફરિયાદ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.Body:જન્માષ્ટમીની મધ્યરાત્રીએ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને રબારીઓનું ટોળું ભગાડી ગયું હતું. ત્યારે સેક્ટર 13માં રહેતો શંભુ લલ્લુ દેસાઈ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચ્યો હતો. તેણે સિક્યુરિટીનું મોઢું દબાવીને તેની પાસેથી મોબાઇલ પડાવી લીધો હતો. બાકીના લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા શંભુ સીકયુરીટી પાસે જઈને કહ્યું કે, આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસે તો ભગવાન કૃષ્ણ ભગવાનની ખુલ્લી મુકતા હતા તમે કેમ ખુલ્લી છોડી નથી. તેમ કહીને સિક્યુરિટી ગાર્ડ પાસે રહેલી દરવાજાની પાસે રહેલી દરવાજાની ચાવી લઈ લીધી હતી, બાદમાં માર માર્યો હતો. ત્યારબાદ તમામ માલધારીઓ રફુચક્કર થઇ ગયા હતા.Conclusion:પોલીસે એક જ દિવસમાં 13 માલધારીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં નાનો જીવા ભરવાડ રહે સેકટર-7 છાપરા, ભરત કાળુ ભરવાડ રહે ધોળાકુવા, પેથા નાગજી મીર ધોળાકુવા, રવિ ગાભું રબારી ચેહર નગર સેક્ટર 26, હેમરાજ મફા રબારી બોરીજ, ભરત જગમાલ ભરવાડ ધોળાકુવા, મનુ ઓઘડ ભરવાડ ધોળાકુવા, ભરત રામા ભરવાડ સેક્ટર 13, દિનેશ વિરમ દેસાઈ જયેશ અમૃત દેસાઈ સેક્ટર 16 છાપરા, જીગર બળદેવ દેસાઈ સેક્ટર 8, ચેતન સોમા દેસાઈ સેક્ટર 13 છાપરાની ધરપકડ કરી છે, જ્યારે બાકીના લોકો હજુ પણ ફરાર છે.

સિક્યુરિટીને મારમારી 185 ગાયોને ભગાડી ગયા બાદ મહાપાલિકા તંત્ર એકદમ જાગી ગયું છે અને ઢોરવાડા કેમ્પસમાં સીસીટીવી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મેયર રીટાબેન પટેલે કર્યું હતું. જ્યારે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે આગામી દિવસોમાં આ પ્રકારના બનાવો પુનરાવર્તન ન થાય તે માટે મહાપાલિકા કામગીરી કરશે.

મહાપાલિકાનો ફૂડ ઇન્સ્પેક્ટર માંડલિયા બે વાર એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે. તેમ છતાં મહાપાલિકાએ આ કર્મચારીને ફરજ ઉપર હાજર કરી દીધો છે. મહત્વની બાબત એ છે કે આ વિવાદાસ્પદ કર્મચારીને ઢોર ડબ્બો સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. અગાઉ પણ ઢોર પાર્ટી માલધારીઓ પાસેથી હપ્તો લેતો હોવાની વાત બહાર આવી હતી. હવે એસીબીના હાથે ઝડપાયેલા કર્મચારીને ઢોર ડબ્બો સંભાળવાની કામગીરી આપવામાં આવતા તેની ઉપર પણ શંકા જોવા મળી રહી છે.

બાઈટ

રીટાબેન પટેલ મેયર ગાંધીનગર
એમ કે રાણા ડીવાયએસપી ગાંધીનગર



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.