- વાવાઝોડાની અસરને પગલે દીવના દરિયામાં જોવા મળ્યો કરંટ
- ગઈકાલ સુધી શાંત જોવા મળતો દરિયો વાવાઝોડાની અસરને કારણે કરંટમાં જોવા મળ્યો
- દરિયામાં લગાવવામાં આવેલી બોટ જેટી સાથે અથડાતી જોવા મળી
- દીવના દરિયામાં વાવાઝોડાને કારણે જોવા મળ્યો ભારે કરંટ
દીવઃ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલ વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર મોડી રાત્રી સુધીમાં ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઇને હવે વાવાઝોડાની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. ગઈકાલ સુધી શાંત જોવા મળતો દીવનો દરીયો આજે સોમવારે વાવાઝોડાની અસરને કારણે મારે કરંટમાં જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે બંદર પર લંગારવામાં આવેલી બોટ પણ દરિયાના કરંટને કારણે જેટી સાથે અથડાઈ રહી છે. આ દ્રશ્ય ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા લાગી રહ્યા છે અને આગામી કલાકોમાં આ પ્રકારનો માહોલ વધુ બિહામણો બને તેની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
![દિવમા વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-diu-vis-01-pkg-7200745_17052021193830_1705f_1621260510_84.jpg)
![દિવમા વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-diu-vis-01-pkg-7200745_17052021193830_1705f_1621260510_353.jpg)