સંઘ પ્રદેશ દીવમાં આજે બેવડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આયુષ્માન ભારત યોજનાને આજે સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થવા બદલ દીવ આયુષ્માના યોજના સાથે સંકળાયેલ કર્મચારીઓને સારું કામ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
બીજી તરફ 'રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીવ જિલ્લામાં IRBn ના જવાનો અને સમસ્ત ખારવા સમાજ દીવ સાથે પોષણ પ્રત્યેની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોષણ સબંધિત 5 સૂત્રો વિશે જાણકારી આપવામાં આવી. જેની અંદર પોષ્ટીક આહાર, એનિમિયા પર કાબુ મેળવવો તેમજ સ્વચ્છતા વિશે જાણકારી આપવામાં આવી હતી, જેમાં સંઘ પ્રદેશ દીવના લોકોએ હાજરી આપીને ઉપયોગી માહિતી મેળવી હતી. પોષણની જરુરીયાત અને તેના મહત્વને લઈને લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.