દેવભૂમિ દ્વારકાઃ તાલુકાના મીઠાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હમુસર ગામે અસ્થિર મગજની પત્નીએ લોખંડા દસ્તાથી પતિની હત્યા કરી છે. હમુસર ગામમાં રહેનારા ટપુભા હાથલ વહેલી સવારે ઉંઘતા હતા, તે સમયે તેમની પત્નીએ માથાના ભાગે દસ્તો મારી તેમની હત્યા કરી છે.
ઘટનાની જાણ થતાં મીઠાપુર પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે હત્યા મુદ્દે તપાસ કરતાં જાણવા મળ્યું કે, મૃતકના પત્ની ઘણા સમયથી માનસિક બીમાર છે. જેથી તેમની સારવાર જામનગર ખાતે શરૂ છે. મૃતકની પત્ની પર પોલીસને આશંકા જતાં વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, અસ્થિર મગજની પત્નીએ તેના પતિની હત્યા કરી છે. જેથી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.