ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં  મતદાર જાગૃતિ અન્‍વયે વીડિયો સ્‍પર્ધા યોજાશે - Video Competition

દેવભૂમિ દ્વારકામાં મતદાર સાક્ષરતા કલબ અંતર્ગત મતદાર જાગૃતિ અન્‍વયે વીડિયો સ્‍પર્ધા યોજાશે જેમાં મુખ્‍ય નિર્વાચન અધિકારી ગાંધીનગરની સૂચના મુજબ ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓના માધ્‍યમથી સતત પ્રયત્‍નો કરવામાં આવે જે માટે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્‍વીપ) હેઠળ મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકામાં મતદાર સાક્ષરતા કલબ અંતર્ગત મતદાર જાગૃતિ અન્‍વયે વીડિયો સ્‍પર્ધા યોજાશે

author img

By

Published : Dec 26, 2020, 9:40 AM IST

Updated : Dec 26, 2020, 12:38 PM IST

  • મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે
  • મતદારયાદીની અગત્‍યતા તેમજ તેનું મહત્‍વ, મતદારયાદીમાં નામ નોંધણી
  • લોકશાહી તેમજ લોકતાંત્રિક પ્રક્રિયા, એક મતનું મહત્‍વ જેવા વિવિધ વિષયો

દેવભૂમિ દ્વારકા : મતદાર સાક્ષરતા કલબ અંતર્ગત મતદાર જાગૃતિ અન્‍વયે વીડિયો સ્‍પર્ધા યોજાશે. જેમાં મુખ્‍ય નિર્વાચન અધિકારી ગાંધીનગરની સૂચના મુજબ ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓના માધ્‍યમથી સતત પ્રયત્‍નો કરવામાં આવે જે માટે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્‍વીપ) હેઠળ મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા વધારા અંગેની સરળ/ઓનલાઇન પ્રક્રિયા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી રાષ્‍ટ્રીય મતદાતા દિવસ-2021 સંદર્ભે ચુંટણી સાથે સંકળાયેલા વિવિધ વિભાગના કર્મચારીઓ/ અધિકારીઓ, યુનિવર્સિટી/ કોલેજના વિદ્યાર્થીઓને સાંકળીને એક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લોકશાહીમાં ચૂંટણીનું મહત્‍વ, નૈતિક મતદાન, મતદારયાદીની અગત્‍યતા તેમજ તેનું મહત્‍વ, મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા વધારા અંગેની સરળ/ઓનલાઇન પ્રક્રિયા, વોટર હેલ્‍પલાઇન એપ્‍લીકેશન/1950 ટોલફ્રી નંબર/વોટર પોર્ટલનો યોગ્‍ય અને કાર્યદક્ષ ઉપયોગ, લોકશાહીમાં મતદાતાનું મહત્‍વ, આદર્શ મતદાન મથક, લોકશાહીમાં યુવા મતદારનું મહત્‍વ, સુદ્રઢ મતદારયાદી- સુદ્રઢ લોકતંત્ર, કોઇપણ મતદાર રહી ન જવા પામે, ભારતની વિશાળ લોકશાહી તેમજ લોકતાંત્રિક પ્રક્રિયા, એક મતનું મહત્‍વ જેવા વિવિધ વિષયો પર ત્રણ મિનિટની સમય મર્યાદાનો હાઇ રીઝોલ્‍યુશન વીડિયો તૈયાર કરી પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકાના ઇ-મેઇલ આઇડી dpeodevbhoomidwarka@gmai.com અથવા માસ્‍ટર ટ્રેનર પંડયા હાર્દિક મો. ૯૯૭૪૮૪૨૩૨૪ પર વોટસએપના માધ્‍યમ દ્વારા મોકલવા જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Last Updated : Dec 26, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.