- ખંભાળીયામાં કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ
- ઘી ડેમ પર પોતાના પરિવાર સાથે નાહવા ઉમટ્યા
- સ્થાનિક લોકોમાં હજુ પણ કોરોના અંગે બેદરકારી
દેવભૂમિ દ્વારકા:એક બાજુ કોરોના વાઈરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે હજુ પણ કોરોના વાઈરસને ગંભીરતાથી લેતા નથી. અનેક લોકોએ દ્વારકા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ લોકોએ ભંગ કર્યો હતો. જેમાં ઘી ડેમ પર લોકો પરિવાર સાથે નાહવા ઉમટ્યા હતા.પરંતુ તંત્ર આ વાતથી અજાણ છે.
દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ જ્યારે ઘી ડેમ પર લોકો સોશિયલ ડિસ્ટન્સને ધજાગરા ઉડાવ્યા હતા. માસ્ક પહેર્યા વગર આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. લોકો જાગૃત હોવા છતાં પણ ભૂલ કરી રહ્યા છે. જેમાં લોકો તેની ફરજ ભૂલી ગયા છે. આ સાથે જ ફરજ પર કોઈ અધિકારીઓની ગેરહાજરી પણ નજરે પડી રહી છે.આ અંગે જિલ્લા કલેકટરનું જાહેરનામું છતાં લોકો ઘી ડેમ સુધી કઈ રીતે નાહવા પહોંચ્યા તે પણ એક મોટો સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે.