ETV Bharat / state

અરબી સમુદ્રમાં જરૂરી કાગળિયા વગરની માછીમારી બોટો પકડાઇ, ઓખા ફિશરીશ ખાતાએ કડક કાર્યવાહી કરી - Arab Sea

ગુજરાતના 1600 કિમી લાંબા અરબી સમુદ્ર કિનારે લાખોની સંખ્યામાં માછીમારો પોતાની નાની મોટી હોડીઓ અને માછીમારી બોટ સાથે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જે ભારત દેશને કરોડો રુપિયાનું હુંડીયામણ કમાઇને પણ આપે છે, પરંતુ દેશની સુરક્ષા માટે આ માછીમારી બોટને કેટલાક નિયમો પાળવાના હોય છે. જ્યારે આ નિયમોના ભંગ થાય છે, ત્યારે દેશની સુરક્ષામાં ખતરો પેદા થાય છે.

અરબી સમુદ્રમાં જરૂરી કાગળિયાં વગરની માછીમારી બોટો પકડાઇ, ઓખા ફિશરીશ ખાતાએ કડક કાર્યવાહી કરી

author img

By

Published : Nov 23, 2020, 1:09 PM IST

  • દેવભૂમિ દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પકડાઈ 27 બોટ
  • જરૂરી કાગળિયા વગરની માછીમારી બોટો ફરતી હતી
  • ઓખા ફિશરીસ ખાતાએ કડક કાર્યવાહી કરી

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા નજીકના રૂપેણ બંદર ઉપર માછીમારી કરતી બોટો જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કર્યા વગર અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગઈ છે, તેવી બાતમી મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે 27 જેટલી માછીમારી બોટ રૂપેણ બંદરના ફિશરીસ કચેરીએ નોંધણી કરાવ્યાં વગર જતી રહી હોવાનું માલુમ પડતાં તમામ બોટ માલિકોને દ્વારકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં અને તમામ માછીમારી બોટના લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ઓખા ફિશરીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 27 જેટલી બોટો ઉપર પાંચ હજારનો દંડ અને ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી

જરૂરી કાગળિયા વગરની માછીમારી બોટો ફરતી હતી
દ્વારકા નજીકના રૂપેણ બંદર ઉપર જરૂરી દસ્તાવેજો વગર અરબી સમુદ્રમાં માછીમારો માછીમારી કરતાં હોવાની બાતમી મળતા જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી.ના અધિકારીઓ દોડી આવ્યાં

ફિશરીસ ડિપાર્ટમેન્ટમાં નોંધણી કરાવ્યાં વગર જતી માછીમારી બોટો ભવિષ્યમાં દેશની સુરક્ષા લઈને કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે

બનાવની ગંભીરતાને લઇને ઓખા ફિશરીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 27 જેટલી બોટો ઉપર પાંચ હજારનો દંડ અને ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી

નિયમનો ભંગ કરનાર હોડીઓના માલિકોની જરૂરી પૂછપરછ કરીને હોડીના દસ્તાવેજો જપ્ત કરી ઓખા ફિશરીસ કચેરીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો
  • 3 માસ માટે સસ્પેન્ડ કરાયાં

    27 જેટલી માછીમારી નાની હોડીઓ દસ્તાવેજ વગર જ અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગઈ હોવાની જાણ થતાં ઓખા ફિશરીસ ખાતાના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યાં હતાં. તમામ માછીમારોને બોલાવીને નિયમનો ભંગ કરનારા બોટ માલિકોના દસ્તાવેજોને જપ્ત કરી ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને રૂપિયા પાંચ હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. ભવિષ્યમાં જો આવો ફરી ગુનો કરવામાં આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના ઓખા ફિશરીસ ખાતા દ્વારા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.