દેવભૂમિ દ્વારકા: ગુજરાત રાજ્યના બેથી ત્રણ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં કોરોના વાઈરસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ સુધી એક પણ કોરોના કેસ દાખલ થયા નહોતા, પરંતુ આજે લોકડાઉન 2.0 પૂર્ણ થવાનું હતું, તેના આગલા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાંથી એક મહિલા અને એક પુરુષને કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના ગ્રસ્ત બન્યું છે.
આ 8 લોકો 3 દિવસ પહેલા રાજસ્થાનના અજમેરથી સરકારી મંજૂરી લઈને બેટ દ્વારકા આવ્યા હતાં. જેની આરોગ્ય વિભાગને જાણ કરાતા આરોગ્ય વિભાગે તમામ આઠ લોકોના સેમ્પલ લઈને જામનગર જી જી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં.
આજે રિપોર્ટ આવતા 40 વર્ષના એક પુરુષ અને 28 વર્ષની એક મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. દ્વારકા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ દ્વારકા મામલતદાર અને એસ.ડી.એમ દ્વારા આ બંને પોઝિટિવ કેસોને હાલ ખંભાળીયા ખાતે ખસેડવામાં આવ્યાં, ત્યારબાદ જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં મોકલવામાં આવશે.