દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામે કાકી અને ભત્રીજા પર વીજળી પડતાં બંનેને વધુ સારવાર અર્થે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બનેનું મોત નિપજ્યાં હતાં.
વીજળી પડવાની રાજ્ય સહિત દેશની ઘટનાઓ :
અરવલ્લી : રાજ્યમાં ભારે વરસાદના આગાહી બાદ વરસાદનું ધીમી ધારે આગમન શરૂ થયું છે. જેમાં રાજ્યમાં અનેક બનાવો પણ સામે આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં એક ઝાડ પર વિજળી પડી હતી.
જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકામાં એક મકાન પર વિજળી પડી હતી. જેના પગલે મકાનમાં નુકસાન પહોંચ્યું છે.
રાજ્ય : દેશમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિજળી પડતા 110 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ વચ્ચે મુખ્ય પ્રધાને ઘટનામાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.