- યાત્રાધામ દ્વારકામાં પ્રવાસી સાથે બન્યો લુંટનો બનાવ
- પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી લીધો
- મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા આમતો પ્રવાસીઓ માટે સુરક્ષિત પર્યટક સ્થળ માનવામાં આવે છે, પરંતુ આજે દ્વારકામાં ભદ્રકાલી ચોકમાં યાત્રિક જયારે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે દ્વારકાનો સુખી કુટુંબનો એક યુવાન મેસ્ટ્રો સ્કૂટી ગાડી લઈ આ પ્રવાસીનું બેગ ઝૂંટવી ફરાર થયો હતો. જેની જાણ પ્રવાસી તેમજ સાથે રહેલા સ્થાનિક ગાઈડે પોલીસ સ્ટેશનને કરતા દ્વારકાના પી.એસ.આઇ દ્વારા તાત્કાલિક એક ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી.
પોલીસે આરોપી પાસેથી 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
યાત્રાધામ દ્વારકામાં પ્રવાસી સાથે બનેલા બનાવના પગલે દ્વારકા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી વિવેક મોખા નામના શખ્સની ધરપકડ કરી છે. વિવેક પાસેથી 70 હજાર જેટલો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.