- નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું
- ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
દેવભૂમિ દ્વારકા: નાગેશ્વર જ્યોતિર્લિંગ (Nageshwar Jyotirlinga) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલની ગેરહાજરી જોવા મળી હતી. તેઓ અહીં ઉપસ્થિત રહેવાની અટકળોનો અંત આવ્યો હતોય. પ્રધાન બ્રિજેશ મેરજા, રાઘવજી પટેલ તેમજ સાસંદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો: Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા
300 જેટલા કાર્યકરો હાજર રહ્યા
ભાજપના કાર્યકરો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ (Nageshwar Jyotirlinga) ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લી ઘડીએ સી.આર.પાટીલ ગેરહાજર રહ્યા હતા. આ તકે પાછળના ભાગે ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી. નવા વર્ષના પ્રારંભે 300 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેદારનાથથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નું લાઈવ પ્રસારણ સૌએ સાથે મળી સાંભળી નવા વર્ષની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: પીએમ મોદી કેદારનાથની મુલાકાતને લઈને અભિનેત્રી ઉર્વશી રૌતેલા ટ્રોલ થઈ