દેવભૂમિ દ્વારકા: ખંભાળીયા તાલુકાના કોટ ગામમાં દીપડાનો આંતક જોવા મળ્યો છે. દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું છે. જે બાદ કોટા ગામમાં લોકો દીપડાના ભયમાં આવી ગયા છે. આ ઘટનાની જાણ ખંભાળીયા ફોરેસ્ટને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી હતી. તપાસ દરમિયાન દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા. જે બાદ આ ઘટનાની ખરાઇ થઇ હતી.
ફોરેસ્ટ વિભાગની ટીમ એક્શનમાં આવતા દીપડાને પકડવા માટે બે પાંજરા પણ મુકવામાં આવ્યા છે.