ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા અને કલ્યાણપૂરના 14 ગામના ખેડૂતોએ જેટકો કંપની વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી - kalyanpur

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 14 જેટલા ગામોના 40 જેટલા ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યકત કર્યો. 14 જેટલા ગામમાંથી ખેડૂતો તેની જમીન પર જેટકો કંપનીના 400 KV લાઇન કાલાવડથી ભોગાત સુધીના પ્રોજેક્ટ અંતર્ગત જમીન પર કામ કરવા ખેડૂતોની પૂર્વ મંજૂરી વગર કામ શરૂ થતાં વિરોધ વ્યક્ત કરાયો.

દ્વારકા
દ્વારકા
author img

By

Published : Mar 12, 2021, 12:36 PM IST

  • કાલાવડથી ભોગાત 400 KV પ્રોજેકટમાં યોગ્ય તપાસની માગ
  • ભંડારીયા ગામે પોલીસ રક્ષણ સાથે કામ શરૂ કરાતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો
  • નિકાલ ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનને લઈ જવાની ખેડૂતોએ ચીમકી આપી

દેવભૂમિ દ્વારકા: ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના 14 જેટલા ગામોના લોકો દ્વારા હાલમાં ચાલી રહેલ જેટકો કંપની દ્વારા 400 KV કાલાવડથી ભોગાત પ્રોજેક્ટમાં આવતા 14 જેટલા ગામોને અસર થવા પામી હતી જેને લઈ ને જેપી દેવળીયા, આંબરડી, ભંડારીયા, ભીંડા, ધૂમથર, ગઢકા, ખાખરડા, કેનેડી, ગોકુલપર, ખીજદળ, શેરડી અને ભોગાત સહિતના ગામોમાંથી ખેડૂતોની જમીન પરથી વિજલાઈન પ્રસ્થાપિત કરવાની કામગીરીને લઈ રોષ ઉઠ્યો હતો. ખેડૂતોની માંગણી છે કે, તેઓની કોઈ પણ જાતની સહમતી લેવામાં ન આવી હોવા છતાં કામ શરૂ કરવામાં આવ્યું છે અને ભારતીય વીજ અધિનિયમ 2003ની કલમ 164 તથા ભારતીય તાર અધિનિયમ 1885ની કલમ 10 (ક) અનુસાર ગુજરાત સરકારના 29મે 2004ના જાહેરનામાથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો)ને રાજ્યની વીજ પ્રવહન ઉપયોગીતા માટે જાહેર કરવામાં આવતા વીજ પ્રવહન અને તાર કે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવા ખેડૂતોને પૂર્વ મંજૂરીની જરૂર નથી તેવું કંપની દ્વારા બતાવવામાં આવે છે ત્યારે ખેડૂતોને પડી રહેલી હાલાકી પર ઇન્ડિયન ટેલિગ્રાફ 1885ની કલમ 16-1 મુજબ કામ કરવાની પરવાનગી આપતો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી મેળવવામાં આવે છે.

દ્વારકા

આ પણ વાંચો: સરકારના ટેકાના ભાવે 50 મણ ચણાની ખરીદીનો રાજકોટ કિસાન સંઘ દ્વારા વિરોધ

ખેડૂતોની મુલાકાત લીધા વગર કંપની દ્વારા વાંધા ઉઠાવાયા

જ્યારે કાલાવડથી ભોગાત 400 KV પ્રોજેકટમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને ખેડૂતોની મુલાકાત લીધા વગર કંપની દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા અને ઓફિસમાં બેસીને જ ખેડૂતો માટે રુકાવટ થાય તે રીતે કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ હાલ ભંડારીયા ગામે પોલીસ રક્ષણ સાથે કામ શરૂ હોઈ તેથી ખેડૂતો એ રોષ વ્યકત કર્યો હતો. ત્યારે ખેડૂતો દ્વારા પંચ રોજકામની માગ કરવામાં આવી ત્યારે એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓ દ્વારા પંચ રોજકામ કરવાની જરૂર નથી તેવું જણાવી દેવાયું, જે કાયદા વિરુદ્ધ છે. તેથી તાત્કાલિક ખેડૂતોની જમીનમાં નુકશાની કરે અને તે પહેલાં પંચરોજ કામ કરવા બાદમાં કામ શરૂ કરવા માગ કરવામાં આવી હતી અને પોલીસ પ્રોટેક્શનની ડર બતાવવો નહિ અને યોગ્ય તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી સમયમાં જો યોગ્ય નિકાલ ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનને લઈ જવાની ખેડૂતોએ ચીમકી આપી પણ આપી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાની આદિવાસી પ્રજાના પોતાના અધિકાર માટે કલેકટર કચેરીએ ધામા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.