દ્વારકા: ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓએ સાત લોકોના કારણે આપઘાત કરતા હોવાનું જણાવ્યું હતું. ભાયાભાઈ ચાવડાને સાત લોકોએ આર્થિક નુકસાન પહોંચાડ્યું હોય 2.5 કરોડ થી વધુ રૂપિયા ની છેતરપિંડી કરી હોય જેને લઇને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. ભાયાભાઈ ચાવડાને અઢી કરોડ રૂપિયા જેટલી રકમની આરોપીઓ છેતરપિંડી કરી હોય જેને લઈને તેઓએ આ પૈસા પરત આપવા આરોપીઓ ને અને ખંભાળિયા પોલીસ મથકે અનેક વખત કરવામાં આવી હોવા છતાં કોઈ જવાબ મળેલ ના હતો.
નવ મહિના સુધી ન્યાય માટે દોડતા: મૃતક ભાયા ભાઈના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ મહિલા પીએસઆઈ વી બી પીઠિયા દ્વારા આ મામલે આરોપી રમેશ પીઠીયા વિરુદ્ધ કુણું વલણ દાખવવામાં આવ્યું હતું. પોલીસ ની નરમ નીતિને કારણે યોગ્ય કાર્યવાહી સમયસર કરવામાં નહોતી આવી ભાયાભાઈ ચાવડા નવ મહિના સુધી ન્યાય માટે દોડતા રહ્યા. અંતે તેઓએ આપઘાત કરી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યાર બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી આરોપી વિરુદ્ધ ના કરાતા આખરે ભાયભાઈ ચાવડા ને સંતાનોમાં 5 દીકરીઓ હતી અને એક દીકરો હતો. આ તમામ દીકરીઓએ પિતાના આપઘાત બાદ એક હૃદય દ્રાવક વીડિયો દ્વારા ગૃહ પ્રધાન તેમજ જિલ્લા પોલીસ વડા પાસે આરોપી વિરુદ્ધ કડક પગલાંની માંગ કરી હતી.
નિર્દોષ પરિવારનો માળો: ભાયા ભાઈ ચાવડાને આરોપી રમેશ પીઠવા સહિતના 7 આરોપીએ ચણા મગફળીની બાકીમાં ખરીદી કરવી ખેડૂતોને ચૂકવવાના પૈસા રમેશ પીઠીયા એ પૈસા પરત ન આપતા અઢી કરોડ જેટલી રકમ ના દેવા હેઠળ ભાયાભાઇ ચાવડા આવ્યા હતા. અઢી કરોડની છેતરપિંડી થયેલ હતી જે અંગે પોલીસે જો સમયસર કાયદેસરની કાર્યવાહી કરી હોત તો કદાચ આજે ભાયા ભાઈ ચાવડા જીવિત હોત મહિલા પી એસ આઈ ના હાથે તપાસમાં પીડિત ભાયાભાઈ ચાવડા ને ન્યાય મળેલ ન હતો. આખરે ચારે તરફ ખેડૂતોને ચૂકવવાના થતા પૈસા ભાયાભાઇ ચાવડાએ પોતાની કિંમતી જમીન અને પ્લોટ વેચી અમુક પૈસા ઈમાનદારીથી પરત કર્યા. પરંતુ રમેશ પીઠીયા જેવા ઠગ બાજના કારણે નિર્દોષ પરિવારનો માળો વિખરાય ગયો હતો.
ત્રણ આરોપીઓની ધરપકડ: આ સમગ્ર ઘટનામાં ભાયાભાઈ ચાવડા નામના નિર્દોષ ખેડૂતે અઢી કરોડના કારણે આપઘાત કરવો પડ્યો હતો. આરોપીના નામ આપવા છતાં કોઈ પગલાં ના લેવાયા.આખરે વાઇરલ વીડિયો બાદ આહીર સમાજ આગળ આવ્યા બાદ પોલીસે વિભાગે સાત આરોપીઓમાંથી માત્ર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. લાંબા ટાઈમ બાદ પોલીસે વિભાગે કામગીરી કરી ત્યારે મૃતક ભાયા ભાઈ ચાવડાની પુત્રીઓએ ન્યાયની માંગ કરતા કડક સજાની માંગ કરી છે.