દેવભૂમિ દ્વારકાઃ રાજકોટના પ્રખર શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડ સાહેબ તથા પ્રખ્યાત સાઇકૉલોજિસ્ટ ડૉક્ટર દેવાંગ દેસાઈ દ્વારા પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાલીઓના વર્તન અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું કે, હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કલાકો સુધી વાંચવું નહીં. આ ઉપરાંત તેમણે માત્ર 6થી 7 કલાક વાંચવું જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાત્રિના 12થી 4 વચ્ચે માત્ર આરામ જ કરવો અને માનસિક શાંતિ રાખી અને કોઈ પ્રકારની ચિંતા રાખ્યા વિના મગજને ફ્રેશ રાખવો જોઈએ. આ ઉપરાંત વાલીઓને પણ સમજાવવામાં આવ્યાં કે પરીક્ષાના સમયે બાળકની પડખે રહીને બાળકોને પ્રોત્સાહીત કરવા જોઈએ. જેથી બાળકમાં આશાનું નવું કિરણ ખીલી શકે.