ETV Bharat / state

Police Station In Gujarat : એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો કલાકો સુધી બેસવા પણ રાજી, જાણો કેમ... - Eco friendly police station Dwarka

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પોલીસ હેડક્વાર્ટરની આર.પી.આઇ. કચેરીને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન (Khambhaliya Eco friendly police station) બનાવવામાં આવ્યું છે. જાણો, એવું તે શું ખાસ છે કે આ પોલીસ સ્ટેશનમાં લોકો કલાકો સુધી બેસવા પણ રાજી છે.

eco friendly police station at Khambhaliya

author img

By

Published : Feb 8, 2022, 2:03 PM IST

Updated : Feb 8, 2022, 2:51 PM IST

દેવભૂમિ દ્વારકા: પોલીસ સ્ટેશનની વાત આવે ત્યારે આપણી સામે એક ડરમાંણું ચિત્ર જ દેખાતું હોય છે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની (Eco friendly police station built at Khambhaliya) વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમામ પોલીસ સ્ટેશનથી અલગ જ છે. જી હાં ઇકો ફ્રેન્ડલી અને તમામ પોલીસ સ્ટેશનથી અલગ પ્રકારનું પોલીસ સ્ટેશન. આપણે વાત કરી રહ્યા છીએ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરની આર.પી.આઇ. કચેરીની.

એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો કલાકો સુધી બેસવા પણ રાજી, જાણો કેમ...

આ પણ વાંચો: Ten Crore Vaccination in Gujarat : ગુજરાતમાં 10 કરોડ કોવિડ રસીકરણ પૂર્ણ થશે, આરોગ્યપ્રધાને દર્શાવી આ લાગણી

પર્યાવરણ પ્રેમી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને વિચાર આવ્યો

સામન્ય રીતે ખંભાળીયા આર.પી.આઇ. પોલીસ કચેરીનું કામ જોઈએ તો જિલ્લાના તમામ પોલિસ સ્ટાફને હથિયાર પુરા પાડવાનું કે જરૂરી તમામ વસ્તુઓ બેરીકેટ, કાર્ટીઝ, વાહનોના ટાયરો, હથિયારો સહિતની તમામ વસ્તુઓ અહીંથી સપ્લાય થતી હોય છે. અહીં ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આશા વદર કે જેઓ પર્યાવરણ પ્રેમી છે અને તેમને કચેરીની બહાર વૃક્ષ વાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ પથરાળ જમીન હોવાથી તે શક્ય ન હતું. એટલે તેમણે વાહનોના વેસ્ટેજ ટાયરોમાં માટી ભરી શરૂઆત કરી અને ત્યાર બાદ તો વેસ્ટ ટાયરો, તૂટેલા પાઇપ, તૂટેલા બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉગી પણ ગયા હતાં.

આ પણ વાંચો: ખંભાળિયામાં વર્ષોથી થયેલા વિકાસના કામોનું લોકોર્પણ હજી સુધી નથી થયું

વૃક્ષો ઉગાડ્યાં બાદ પક્ષીઓ માટે માળા પણ બનાવ્યાં

વૃક્ષો ઉગાડ્યાં બાદ તેમને વિચાર આવ્યો કે પક્ષી વગરના વૃક્ષો શું કામના એટલે તેમણે વેપનના ખાલી બોક્સ તેમજ બિન ઉપયોગી લાકડાનો ઉપયોગ કરી 100 જેટલા માળાઓ એક દીવાલ પર લગાવ્યાં હતાં. જ્યાં હાલ 300થી વધુ પક્ષીઓ વસવાટ કરે છે. એટલું જ નહીં આ કચેરીની વાત કરીએ તો અહીં બેસવા માટેની ખુરશી પણ વેસ્ટ ટાયરમાંથી બની છે. તો કોફી ટેબલ પણ અહીં વેસ્ટ ટાયરમાંથી જ બનાવેલી છે. તો સ્ટોરેજ માટેના કબાટ પણ વેસ્ટ સમાનમાંથી બનવ્યાં છે.

લોકો કલાકો ગાળી શકે છે આ પોલીસ સ્ટેશનમાં

સમગ્ર આર.પી.આઇ.પોલીસ કચેરીનું વાતાવરણ ખુબ જ શુદ્ધ અને પક્ષીઓના કિલકિલાટ સાથે આહ્લાદક લાગે છે. આટલું ખુબ જ સરસ પોલીસ સ્ટેશન બનાવવા માટે કોઈ કારીગરને બોલાવવામાં નથી આવ્યા. આ તમામ કામગીરી દ્વારકા પોલીસના જવાનોએ જ કરી છે. એટલે જ કહી શકાય કે આ પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનથી અલગ છે.

Last Updated : Feb 8, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.