ETV Bharat / state

કોરોના ઇફેક્ટ : લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરની આવકમાં 70 ટકાનો ઘટાડો - temple revenue decline

વિશ્વ સહિત દેશ અને ગુજરાતમાં કોરોના વાઈરસનાના કહેર દરમિયાન ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને દેશના તમામ મુખ્ય મંદિરને ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જેને અનલોક-1 જાહેર કર્યા બાદ 8 જૂનથી રાજ્યના તમામ મંદિરોને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્યા સરકારે ખોલવાની મંજૂરી આપી છે. આ વચ્ચે દ્રારકાધીશ મંદિર ખોલતાની સાથે જ મહામારીના પગલે મંદિરની આવકમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.

લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરની આવકમાં ઘટાડો

author img

By

Published : Jun 17, 2020, 5:18 PM IST

દેવભૂમિ દ્વારકા : કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે કેન્દ્ર સરકારના આદેશ અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ તમામ મંદિર દેવાલયોને બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિરને પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ તકે માત્ર મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના તમામ નિત્ય કર્મો અને સેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.

ગ્રાફ
ગ્રાફ
દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થતાં દ્વારકાધીશ મંદિરની આવકમાં પણ 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. દ્વારકાધીશ મંદિરની આવક સામાન્ય દિવસોમાં બે લાખ રૂપિયાથી પણ વધુ હોય છે, પરંતુ લોકડાઉનને કારણે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો તેમજ ગુજરાત રાજ્ય બહારથી આવતા યાત્રિકો ટ્રેન દ્વારા આવે છે અને તેમની તમામ સેવાઓ પણ બંધ હોવાથી મોટી સંખ્યામાં કોઈ પણ યાત્રી દ્વારકા આવી શકતો નથી. જેથી દ્વારકાધીશની આવકમાં હાલમાં 70 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે.
લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરની આવકમાં ઘટાડો
ઉલ્લેખનિય છે કે, દ્વારકાધીશ મંદિરની આવકને કુલ ત્રણ વિભાગમાં વેંચવામાં આવે છે. જેમાં કુલ 100 ટકા આવકમાંથી 83 ટકા જેટલી મંદિરના પૂજારી પરિવાર પાસે રહે છે. આ 83 ટકા આવકમાંથી પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશની તમામ નિત્યક્રમ સેવાઓ, પૂજા તેમજ આરતી અને ભોગ સામગ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ 15 ટકા જેટલી રકમ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિમાં જાય છે અને 2 ટકા ચેરીટી કમિશનરમાં જમા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.