દેવભૂમિ દ્વારકાઃ બપોરે બાર વાગ્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ત્રણ આતંકવાદી ઘૂસ્યા હોવાની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને SOGની ટીમને જાણ થતાં ટીમ તમામ હથિયારો સાથે મંદિરમાં પહોંચી હતી અને મંદિરને સઘન ચેકિંગ કરી અને આતંકવાદી સાથે મૂડ ભેડમાં એક આતંકવાદીને ઠાર માર્યો અને બે આતંકવાદીઓને જીવતા પકડી પાડયા હતા.
આ સમગ્ર ઘટના પાછળથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા મોટ ડ્રિલ હોવાની માહિતી આપી હતી, તેમજ ભવિષ્યમાં આતંકવાદી હુમલા વખતે કોઈ ચૂક ન જાય તે અંગે મોકડ્રીલ દરમિયાન કઈ કઈ બાબતોની ધ્યાન પર લેવી તે અંગે તમામ જવાનોને અગત્યની સૂચના આપવામાં આવી હતી.