ETV Bharat / state

5 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને LCBએ ઝડપી લીધો - POLICE

દ્વારકામાં પાંચ વર્ષ પહેલાના હત્યા કેસનો નાસતો ફરતો આરોપીને જિલ્લા LCBએ ઝડપી લીધો છે. પાંચ વર્ષ પહેલા પાર્કિંગ જેવી નજીવી બાબતે આરોપી હત્યા કરી નાસતો ફરતો હતો. LCBની ટીમે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો.

LCB nabbed a murder accused who had been on the run for five years
LCBની ટીમે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો
author img

By

Published : Feb 6, 2021, 9:37 PM IST

  • પાંચ વર્ષ પહેલા પાર્કિંગ જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો
  • આરોપી 5 વર્ષથી નાસતો ફરતો હતો
  • LCBની ટીમે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો

દેવભૂમિ દ્વારકા: આશરે 5 વર્ષ પહેલાં શહેરના પટેલ વાડી પાસે મહર્ષિ અત્રિ તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓની બે બસો લઈ આવી રહ્યા હતા, ત્યારે એક બસના ડ્રાઈવર ચનાભાઈ ટપુભાઈ બાંભણીયાને બીજી બસના કલીનર દિનેશ અમભાઈ ઉર્ફે મલાભાઈ ચાવડા વચ્ચે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે માથાકુટ થયા બાદ આરોપીએ ચનાભાઈની હત્યા નિપજાવી ફરાર થયો હતો. LCBની ટીમે વોચ ગોઠવી નાસતા ફરતા આરોપીને દબોચી લીધો છે.

LCBની ટીમની ઉમદા કામગીરી

આ નાસતો ફરતો આરોપી હાલ જેતપુર અથવા મૂળ વતન ઉપલેટા તાલુકાના નાની જાળીયા ગામે આવવાનો હોવાની બાતમી જિલ્લા LCBને મળી હતી. LCBની ટીમે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા પોલીસ સ્ટેશને સોંપી આગળની કામગીરી હાથ ધરાઈ હતી. કાર્યવાહીમાં LCB PI જે. એમ. ચાવડાની સૂચના અનુસાર PSI એસ. વી. ગળચર તથા સ્ટાફના સદસ્યો જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.