દેવભૂમિ દ્વારકા : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના લોકડાઉનને કારણે વેપાર અને ઉદ્યોગ ધંધા બંધ હતા. આથી વેપારીઓ અને લોકોને તો તકલીફ વેઠવી પડતી હતી. પરંતુ અમુક લોકો એવા વ્યસની લોકો હતા કે, તેને જો તે ચીજ વસ્તુ ન મળે તો તેને માનસિક બીમારી અથવા કબજિયાત જેવા રોગો લાગુ પડી ગયા હતા. ખાસ કરીને ભારત અને ગુજરાતમાં પાન ,બીડી, તમાકુ અને મહિલાઓ દ્વારા લેવામાં આવતી છિકણી અથવા બજર જો તેને સમયસર ન મળે તો તને માનસિક અસ્થિરતા અથવા કબજીયાત જેવા રોગના ભોગ બન્યા હતા. પાન બીડીનો માલસામાન વેચતા અમુક વેપારીઓ દ્વારા આ સમયનો ગેરલાભ ઉઠાવીને પાન, બીડી ,તમાકુનો 10 થી 20 ગણું ભાવ લઈને લોકોને લુંટયા હતા.
દ્વારકાના વેપારીએ કાળા બજારમાં માલ વેંચવાને બદલે લોકડાઉન બાદ વ્યાજબી ભાવે વેંચીને પ્રમાણિકતા દર્શાવી - દ્વારકા
લોકડાઉન દરમિયાન બે માસ સુધી વેપાર-ધંધા બંધ હોવા છતાં દ્વારકાના એક વેપારીએ પોતાનો માલ કાળા બજારમા વહેંચવાને બદલે લોકડાઉન ખૂલ્યા બાદ વ્યાજબી ભાવે વહેચીને પ્રમાણિકતા દાખવી.