દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ડોક્ટર ડો નરેન્દ્ર મોદીની દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી ડિ.વી. વિઠ્ઠલાણી ને તાત્કાલિક જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી આથી દ્વારકા પ્રાંત અધિકારી એ દ્વારકાના મામલતદાર તેમજ પોલીસને સાથે રાખીને સ્થળ તપાસ કરતા સ્થળ ઉપર પાંચથી છ ટ્રક બેલા, સિમેન્ટ, રેતી અન્ય ખનિજ મળી આવ્યું છે અને આ અંગે ગ્રામજનોને બોલાવીને ગ્રામજનોને સમજાવીને ભવિષ્યમાં આ સ્થળ પર વધુ દબાણ ન થાય તે અંગે સુચના આપીને દબાણ થતું અટકાવ્યું હતું. શિવરાજપુર ગામ જેને પણ આ અંગે સરકારી તંત્રને સાથ અને સહકાર આપવાની ખાત્રી આપતા આ દબાણ થતું અટક્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર કચેરી દ્વારા ટુંક સમયમા સરકારી જમીનો થયેલા દબાણો દુર કરવાની મુહીમ ઉપાડવામા આવશે, તેમ છતા જો કોઇ દબાણ કર્તા દબાણ દુર નહી કરે તો સરકાર દ્વારા એનુ દબાણ દુર કરવાની કાર્યવાહી કરશે અને જેનો ખર્ચ દબાણ કર્તા પાસેથી વસૂલવામાં આવશે તેવું દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારીશ્રી ડી.વી. વિઠ્ઠલાણી એ જણાવ્યું હતું.