- 2020માં ચૂંટણીની કામગીરી ખૂબ સારી કરવામાં આવી
- જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારકાને બેસ્ટ DEOનો એવોર્ડ અપાયો
- મુખ્યત્વે મતદાર યાદી સુધારણાની યાદી, ચૂંટણી સંદર્ભે સારી કામગીરી કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા : 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યમાં બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારકાને બેસ્ટ DEOનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વર્ષ 2020માં ચૂંટણીની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી
વર્ષ 2020માં ચૂંટણીની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે મતદાર યાદી સુધારણાની યાદી, ચૂંટણી સંદર્ભે સારી કામગીરી કરવામાં આવી હતી. લોકો સુધી ચૂંટણી અંગેની કામગીરી પહોંચાડવામાં આવી હતી. લોકોને મતદાન અંગે જાગૃતિ લાવવાની કામગીરીને લઈ તમામ પાસાઓને જોવામાં આવ્યા છે. આ એવોર્ડ દેવભૂમિ દ્વારકાના કલેક્ટરને મળ્યો છે. જેની જાહેરાત સોમવારે તેની જાહેરાત કરવામાં આવી હતી.