- દ્વારકામાં લોકોનો છેલ્લા અમુક દિવસોથી મેળાવડો જોવાં મળી રહ્યો છે
- શ્રદ્ધાળુઓનાં આગમનથી દ્વારકાની બજારોમાં રોનક જોવા મળી
- ભગવાન દ્વારકાધીશને અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો
દ્વારકા : દિવાળી(Diwali) દરમિયાન યાત્રાધામ દ્વારકા(Dwarka)માં લોકોનો છેલ્લા અમુક દિવસોથી મેળાવડો જોવાં મળી રહ્યો છે. મેઈન બજારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વસ્તુઓની ખરીદી કરતાં જોવાં મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ(Believers)નાં આગમનથી દ્વારકાની બજારોમાં રોનક જોવા મળી રહી છે.
ભગવાન દ્વારકાધીશને અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો
દિવાળી પર્વ નિમિત્તે દ્વારકાની બજારોમાં વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. જેથી લક્ષ્મીજીનો વાસ હંમેશા તેમની સાથે રહે અને ધંધામાં સારો એવો નફો રહે. તેની સાથોસાથ બીજી તરફ ભગવાન દ્વારકાધીશને અન્નકૂટનો ભોગ પણ ધરવામાં આવ્યો હતો. દિવાળીનાં અવસર પર પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને હાટડી ધરવામાં આવી હતી આ હાટડીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો : Diwaliના દિવસે કરો રામબાણ ઉપાય, મળશે ખુશીઓ, થશો માલામાલ
આ પણ વાંચો : Stock Market : શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ તેજીના આશાવાદ સાથે થયા, સેન્સેક્સ 295 પોઈન્ટ વધ્યો